ગુજરાત: દિવાળીના તહેવારમાં દ્વારકાના જગત મંદિરે દર્શન કરવા જતા હોય તો આ સમાચાર ખાસ વાંચો


- 30મી ઓક્ટોબર ધનતેરસના દિવસે સવારે 6:30 વાગ્યે મંગળા આરતી થશે
- અન્નકુટ દર્શન 5:00થી 07:00 વાગ્યા સુધી અને રાત્રે 09:45 વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહેશે
- બીજી નવેમ્બર નૂતન વર્ષના દિવસે સવારે 6:30 વાગ્યે મંગળા આરતી થશે
ગુજરાતમાં દિવાળીના તહેવારને અનુલક્ષીને દ્વારકાના જગત મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં દેવભૂમિ દ્વારકામાં દર વર્ષે લાખો ભક્તો જગત મંદિર દ્વારકાધીશના દર્શને આવતા હોય છે, ત્યારે દ્વારકાના જગત મંદિરમાં દર્શનના સમયમાં ફેરફારો કરવામાં આવ્યા છે.
30મી ઓક્ટોબર ધનતેરસના દિવસે સવારે 6:30 વાગ્યે મંગળા આરતી થશે
દ્વારકાધીશ મંદિરમાં 30મી ઓક્ટોબરથી ત્રીજી નવેમ્બર સુધી દિવાળીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. આ દરમિયાનના દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. જેમાં 30મી ઓક્ટોબર ધનતેરસના દિવસે સવારે 6:30 વાગ્યે મંગળા આરતી થશે. જ્યારે બપોરે 01:00થી 05:00 સુધી મંદિર બંધ રહેશે. ઉત્થાપન દર્શન સાંજે 05:00થી રાત્રે 09:45 વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહેશે.
અન્નકુટ દર્શન 5:00થી 07:00 વાગ્યા સુધી અને રાત્રે 09:45 વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહેશે
31મી ઓક્ટેબર રૂપ ચૌદસ અને દિવાળીના દિવસે સવારે 5:30 કલાકે મંગલા આરતી અને 1:00 અનુસાર બંધ થશે. ઉત્થાપન દર્શન સાંજે 05:00 ખુલશે. હાટડી દર્શન સાંજે 08:00 વાગ્યે અને રાત્રે 09:45 વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહેશે. તેમજ પહેલી નવેમ્બર અન્નકુટ ઉત્સવના દિવસે સવારે 6:30 વાગ્યે મંગળા આરતી થશે. જ્યારે બપોરે 01:00થી 05:00 સુધી મંદિર બંધ રહેશે. અન્નકુટ દર્શન 5:00થી 07:00 વાગ્યા સુધી અને રાત્રે 09:45 વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહેશે.
બીજી નવેમ્બર નૂતન વર્ષના દિવસે સવારે 6:30 વાગ્યે મંગળા આરતી થશે
બીજી નવેમ્બર નૂતન વર્ષના દિવસે સવારે 6:30 વાગ્યે મંગળા આરતી થશે. જ્યારે બપોરે 01:00થી 05:00 સુધી મંદિર બંધ રહેશે. ઉત્થાપન દર્શન સાંજે 05:00થી રાત્રે 09:45 વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહેશે. તેમજ ત્રીજી નવેમ્બર ભાઈ બીજ ઉત્સવના દિવસે સવારે 6:30 વાગ્યે મંગળા આરતી થશે. જ્યારે બપોરે 01:00થી 05:00 સુધી મંદિર બંધ રહેશે. ઉત્થાપન દર્શન સાંજે 05:00થી રાત્રે 09:45 વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહેશે.
આ પણ વાંચો: અમદાવાદમાં નકલી જજ બનેલા મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયનનો મામલો વિદેશ સુધી પહોંચ્યો