ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાત: બોર્ડની પરીક્ષામાં કોપી સાથે પકડાયા તો 2 વર્ષ ઘરે બેસવું પડશે

Text To Speech

ધો.10-12ની બોર્ડ પરીક્ષામાં કાપલી સાથે પકડાયેલા વિદ્યાર્થીને બે વર્ષ ઘરે બેસવું પડશે. જેમાં બે વિદ્યાર્થીએ એકબીજામાંથી કોપી કરી હશે તો બંનેની પરીક્ષા રદ થશે. તેમજ પરીક્ષા ખંડમાં હથિયાર લાવનાર વિદ્યાર્થીને આજીવન પરીક્ષા આપી નહીં શકે સાથે જ ગેરરીતિ સંદર્ભે ગુનાની જોગવાઈ નોટિસ બોર્ડ પર લગાવાવા સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો: ડુંગળી વેચતા ખેડૂતો રડ્યાં, 472 કિલો ડુંગળી વેચી આવકની જગ્યાએ ખોટ કરી રૂ.131 ભર્યા 

વિદ્યાર્થીને આજીવન પરીક્ષા આપવા પર રોક

ધોરણ.10 અને 12ની બોર્ડની પરીક્ષામાં જે વિદ્યાર્થી કાપલી કરતાં ઝડપાશે તેને ચાલુ વર્ષે અને એ પછીનું વધુ એક વર્ષ પરીક્ષા આપવા નહી મળે. આ ઉપરાંત કોઈ વિદ્યાર્થીની ઉત્તરવહીમાથી અન્ય વિદ્યાર્થી કોપી કરતો ઝડપાશે તો બંને વિદ્યાર્થીની સમગ્ર પરીક્ષા રદ કરી દેવામાં આવશે. બોર્ડે કુલ 33 પ્રકારના ગુનાની જોગાવઈ કરી છે. જેમા એક માત્ર ગુનો પરીક્ષા ખંડમાં હિંસક હથિયાર સાથે લઈને આવવામાં વિદ્યાર્થીને આજીવન પરીક્ષા આપવા પર રોક ફરમાવી છે.

આ પણ વાંચો:  વડોદરામાં રૂ.30 હજાર આપી “લાઇફટાઇમ” સુધી મફતમાં ગેસ વાપરવાનું કૌંભાડ ઝડપાયું

પરીક્ષામાં ગેરરીતિ આચરવા બદલ થનાર સજાનું કોષ્ટક મોકલી આપવામાં આવ્યું

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તમામ સ્કૂલોને ધોરણ.10 અને 12ની બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ આચરવા બદલ થનાર સજાનું કોષ્ટક મોકલી આપવામાં આવ્યું છે. બોર્ડે મોકલેલા કોષ્ટકમાં પરીક્ષાર્થી માટે કુલ 33 પ્રકારના ગુના સામે સજાની જોગવાઈ કરવામાં આવેલી છે. જેમાંથી 80 ટકા કેસમાં વિદ્યાર્થીનું પરીક્ષાનું પરિણામ રદ કરવાની જોગવાઈ કરવામાં આવેલી છે. જેમાં પરીક્ષા દરમિયાન ઉમેદવાર પાસે જે તે સંબંધિત વિષયને લગતી હસ્તલિખિત કાપલી, નોટ્સ, માર્ગદર્શિકા, ટેક્ષબુક, નકશો વગેરે મળશે તો પરીક્ષાર્થીને પરીક્ષા પૂર્ણ થાય ત્યાં સુધી લખવા દેવાશે.

આ પણ વાંચો:  ગુજરાતમાં GST રિટર્ન નહીં ભરનારા પર તવાઇ, ડિપાર્ટમેન્ટે સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરી

પરીક્ષાના તમામ વિષયોનું પરિણામ રદ કરવામાં આવશે

સાહિત્યમાંથી ન લખેલ હોય તો પણ આ પરીક્ષાના તમામ વિષયોનું પરિણામ રદ કરવામાં આવશે. અને જો સાહિત્યમાથી લખેલું હોય તો સમગ્ર પરીક્ષાનું પરિણામ રદ કરી અને ત્યાર પછીની એક પરીક્ષામાં બેસવા નહી દેવાય. પરીક્ષા સ્થળે મારામારી કે હિંસક કૃત્ય કરવા માટે અથવા ઘાતક હથિયાર લાવવા માટે અથવા ઈજા પહોંચાડી શકે તેવું સાધન લાવવા માટે પરીક્ષાર્થીને તે વિષયની પરીક્ષાનું પરિણામ રદ કરી પરીક્ષાર્થીને કાયમ માટે પરીક્ષામાં બેસવા દેવા નહી.

Back to top button