ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાત હાઉસિંગ બોર્ડની વસાહતોમાં અનઅધિકૃત બાંધકામ દૂર કરવાનો નિર્ણય સ્થગિત

Text To Speech

ગાંધીનગરઃ ગુજરાત હાઉસિંગ બોર્ડની વસાહતોમાં બોર્ડની કે સંબંધિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની પરવાનગી વિના મકાન માલિકો,મકાન ધારકો દ્વારા કરવામાં આવેલા અનઅધિકૃત બાંધકામ દૂર કરવાનો, તોડી પાડવાનો ગુજરાત હાઉસિંગ બોર્ડે કરેલો નિર્ણય હાલ પૂરતો સ્થગિત કરવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ ગુજરાત હાઉસિંગ બોર્ડની વસાહતોના આવા મકાન માલિકો, મકાન ધારકોએ કરેલી રજૂઆતોને ધ્યાને લઈ રાજ્ય સરકારે આજે ગુજરાત હાઉસિંગ બોર્ડની વસાહતોમાં અનઅધિકૃત બાંધકામ દૂર કરવાનો નિર્ણય સ્થગિત કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં ગુજરાત હાઉસિંગ બોર્ડને સૂચનાઓ આપી છે કે, આવા મકાન માલિકો, મકાન ધારકો દ્વારા કરવામાં આવેલા અનઅધિકૃત બાંધકામ અંગેની હવે પછીની કોઈ પણ કાર્યવાહી, સમગ્ર સ્થિતિનો અભ્યાસ અને સર્વગ્રાહી ઉચ્ચસ્તરીય સમીક્ષા કર્યા બાદ કરવાની રહેશે.

Back to top button