ગુજરાત: શાકભાજીના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓના ઘરનું બજેટ ખોરવાયું
- શાકભાજી માટે સંગ્રહ બિલકુલ શક્ય નથી પરિણામે હાલ શાકભાજીના ભાવ પર ભારે અસર પડી
- ભારે વરસાદ અને કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા ન હોવાના કારણે સપ્લાય ચેનને ભારે અસર થઈ
- શાકભાજીમાં વપરાતા ટમેટા પણ છૂટક બજારમાં કિલોના રૂપિયા 120 થયા
ગુજરાતમાં શાકભાજીના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓના ઘરનું બજેટ ખોરવાયું છે. તહેવારોની શરૂઆત થઇ ગઇ છે. જેમાં શાકભાજીના ભાવમાં ધરખમ વધારો થયો છે. તેથી ગૃહિણીઓના ઘરનું બજેટ ખોરવાયું છે.
ભારે વરસાદ અને કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા ન હોવાના કારણે સપ્લાય ચેનને ભારે અસર થઈ
સામાન્ય રીતે આ સિઝનમાં શાકભાજીના ભાવ પ્રમાણમાં ખૂબ ઓછા હોય છે પરંતુ ભારે વરસાદ અને કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા ન હોવાના કારણે સપ્લાય ચેનને ભારે અસર થઈ છે. સામાન્ય રીતે આ સિઝનમાં રૂ.20થી 25 કિલોના ભાવે મળતા અને મોટાભાગના તમામ શાકમાં છૂટક બજારમાં હાલ રૂ.120ના ભાવે વેચાઇ રહ્યા છે. હવામાન મુખ્ય કારણભૂત છે તેવી જ રીતે શાકભાજીના સંગ્રહ કરવાની સમસ્યાનું પણ કોઈ નિવારણ નથી. આવી જ રીતે પુરવઠાની સમસ્યા પણ જવાબદાર છે.
હવામાનના કારણે શાકભાજી ઝડપથી બગડી જાય છે
હવામાનના કારણે શાકભાજી ઝડપથી બગડી જાય છે. પરિણામે ફેંકી દેવાનો વખત વેપારીઓને આવે છે. આવી જ રીતે કોલ્ડ સ્ટોરેજની પણ સમસ્યા શાકભાજી વાળાને નડી રહી છે. આવી અનેક સમસ્યાઓ શાકભાજીના ભાવ વધવા માટે કારણભૂત છે. હાલ બટાકાના ભાવ જે સામાન્ય રીતે કિલોના 25 થી 30રૂપિયા, જ્યારે ડુંગળીના ભાવ રૂ.20ના બદલે રૂ.100 પર પહોંચ્યો છે. આવી જ રીતે તમામ શાકભાજીમાં વપરાતા ટમેટા પણ છૂટક બજારમાં કિલોના રૂપિયા 120 જેવા થયા છે.
શાકભાજી માટે સંગ્રહ બિલકુલ શક્ય નથી પરિણામે હાલ શાકભાજીના ભાવ પર ભારે અસર પડી
સપ્લાય ચેનની પણ ખૂબ મોટી અસર શાકભાજીના ભાવ પર પડતી હોય છે. સિઝનમાં આવા જ સમયે શાકભાજીની ઉપજ વધી જતા ભાવ એકદમ તળિયે આવી જાય છે. પરિણામે ઘણીવાર ખરીદનાર કોઈ નહીં હોવાથી વેપારીઓને શાકભાજી ફેંકી દેવાનો પણ વખત આવતો હોય છે. જોકે શાકભાજી માટે સંગ્રહ બિલકુલ શક્ય નથી. પરિણામે હાલ શાકભાજીના ભાવ પર ભારે અસર પડી છે.