ગુજરાતવિશેષ

સુરતમાં TRB જવાને વરસાદ વચ્ચે કર્યું એવું કામ કે ગૃહમંત્રીએ પણ કરી પ્રશંસા

Text To Speech

હાલમાં સુરત શહેર સહિત દ.ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થઈ રહ્યો છે. ત્યારે બીજી તરફ ઠેર-ઠેર પાણી ભરાઈ રહ્યા છે ત્યારે લોકોની સુરક્ષાનું કામ કરતી પોલીસ અને TRB જવાન લોકોને પાણી ભરાઈ જતાં સમયે બચાવવાનું પણ કામ કરતાં નજરે જોવા મળ્યા છે.

સુરત શહેર પોલીસની ટીમના બે TRB જવાને વરસાદને કારણે કલાસ પાટીયા ખાતે ગટરનું ઢાંકણ અંદર ખસી જતા વાહનચાલક ઢાંકણ પરથી પસાર થતા ગટરમાં પડી ગયા હતા, પોઇન્ટ પર હાજર TRB રિયાઝભાઇ ગગજીભાઇ, કેયુરભાઇ ચંપકભાઇઓ એમને બહાર કાઢી જીવ બચાવ્યો અને એ જગ્યા પર ફરી અકસ્માત ન થાય એ માટે ત્યાં બંબો મૂક્યો હતો.

surat TRB jawan Rain 03

જેનાથી ભારે ભીડવાળા રસ્તા પર લોકોને માટે ટ્રાફિક જવાનોએ બચાવવાનું મોટું કામ કર્યું છે. જેની સાથે જ લોકો ખોટી રીતે ગટરમાં ફસાય ન જાય તેની કાળજી રાખવા માટે TRB જવાને આ પગલા ભર્યા તે પણ સરહાનીય પગલું છે.

surat TRB jawan Rain

આ ઈમેજ સોશિયલ મીડિયા પર ઝડપથી શરે થઈ રહી છે અને સાથે જ બંને TRB જવાનની પ્રશંસા પણ થઈ રહી છે. રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ પોલીસની કામગીરીની ઇમેજ શેર કરી છે અને બંને જવાનોને અભિનંદન આપ્યા છે.

Back to top button