અમદાવાદઃ (Ahmedabad)શહેરમાં ગઈકાલે રમાયેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચમાં મેદાનમાં એક યુવક ઘુસ્યો અને તે છેક વિરાટ કોહલી સુધી પહોંચી ગયો હતો.(police) આ ઘટનાની રાજ્યના ગૃહ વિભાગે ગંભીર નોંધ લીધી છે (Gujarat home ministry)અને સુરક્ષામાં ચૂક બદલ અમદાવાદ શહેરના જવાબદાર પોલીસ અધિકારીઓને આ મામલે ચર્ચા માટે ગાંધીનગર બોલાવવામાં આવ્યા છે. (Harsh Sanghvi)આ કેસની તપાસમાં હવે ક્રાઈમ બ્રાંચને પણ જોડવામાં આવી છે. પોલીસે આ શખ્સને કોર્ટમાં રજૂ કરીને રીમાન્ડની માંગ કરી હતી. ત્યારે કોર્ટે આવતીકાલે 21 નવેમ્બર સાંજ સુધીના રીમાન્ડ મંજુર કર્યાં છે.
મેદાનમાં ઘૂસેલા શખ્સની પૂછપરછ હાથ ધરાઈ
મોદી સ્ટેડિયમમાં મેચ દરમિયાન વિરાટ કોહલી સુધી પહોંચી જનારા શખ્સની પોલીસે અટકાયત કરી હતી અને તેની પૂછપરછ કરતા અનેક ચોંકાવનારા ખુલાસા બહાર આવ્યા છે. આ મામલે ચાંદખેડા પોલીસે ઈસમ સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની પૂછપરછમાં યુવકનું નામ વેન જોનશન અને તે મૂળ ઓસ્ટ્રેલિયાનો હોવાનું જણાવ્યું છે. સ્ટેડિયમમાં પહોંચેલા આ યુવકે વિરાટ કોહલીને ગળે લગાડીને મેચ ડિસ્ટર્બ કરવાની કોશિષ કરી હતી. વિદેશી યુવકના ટીશર્ટ પર વિવાદિત લખાણને કારણે પણ સ્થિતિ ચિંતાજનક બની હતી. ટીશર્ટ પર Stop Bombing Palestine લખેલું હતું. આ તરફ પેલેસ્ટાઈન સમર્થક સુરક્ષા તોડીને મેદાનમાં ઘૂસી જતા ચકચાર મચી ગઈ છે.
ગુજરાતના ગૃહ વિભાગે ગંભીર નોંધ લીધી
આ ઘટનાને લઈને ગુજરાતના ગૃહ વિભાગે ગંભીર નોંધ લીધી છે. સ્ટેડિયમમાં સુરક્ષાની જવાબદાર અમદાવાદ શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ચર્ચા માટે બોલાવ્યા છે. શહેરના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે એક PSI સહિત 16 પોલીસ કર્મચારીઓ હોવા છતાં આ વિદેશી યુવક તેમને ધક્કો મારીને 7 ફૂટની જાળી કૂદીને મેચની વચ્ચે પીચ સુધી પહોંચી ગયો હોવાની નોંધ થઈ છે. હવે આ સમગ્ર કેસની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. આ અંગે ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી ચૈતન્ય માંડલિકે મીડિયાને જણાવ્યું હતું કે, આ કેસની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે અને અમે અલગ અલગ દિશામાં તેની પૂછપરછ કરી રહ્યા છીએ.
આ પણ વાંચોઃ પીએમ પહોંચ્યા ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રુમમાં, શમીને આશ્વાસન આપ્યું, જાડેજા સાથે હાથ મિલાવ્યો