ગુજરાત હાઈકોર્ટે તિસ્તા સેતલવાડની જામીન અરજી ફગાવી, તરત સરેન્ડરનો કર્યો આદેશ
અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટે શનિવારે (1 જૂલાઇ, 2023) કાર્યકર્તા તીસ્તા સેતલવાડની જામન અરજી ફગાવ્યા ના તરત પછી સરેન્ડર કરવાનો નિર્દેશ આપ્યો છે. તેમને પાછલા વર્ષે આ અરજી દાખલ કરી હતી. આ કેસમાં સ્તા સેતલવાડ પર 2002ના ગુજરાત રમખાણો સંબંધિત કેસોમાં ‘નિર્દોષ લોકોને’ ફસાવવા માટે નકલી પુરાવાઓ બનાવવાનો આરોપ છે.
જસ્ટિસ નિર્જર દેસાઈ કેસની સુનાવણી કરી રહ્યાં હતા. તીસ્તા સેતલવાડના વકીલ મીહિર ઠાકોરે કોર્ટનો નિર્ણય સંભળાવ્યા પછી અદાલતને 30 દિવસ સુધી ચૂકાદાના અમલ પર રોક લગાવવાની અપીલ કરી હતી, પરંતુ જસ્ટિસ દેસાઇએ અપીલ ફગાવી દીધી હતી. સેતલવાડ પર આરોપ છે કે તેમને 2002ના ગુજરાત રમખાણોમાં નિર્દોષ લોકોને ફસાવવા માટે નકલી પુરાવાઓ ભેગા કર્યા હતા. આ આરોપો પર અમદાવાદ ડિટેક્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ (DCB)ની એક એફઆઈઆર પર 25 જૂન 2022માં ગુજરાત પોલીસે તેમની ધરપકડ કરી હતી. તેમને સાત દિવસ સુધી રિમાન્ડમાં રાખવામાં આવ્યા અને 2 જૂલાઈએ ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હતા.
આ કેસમાં તીસ્તા સાથે એક અન્ય આરોપી પૂર્વ આઈપીએસ આરબીશ્રીકુમારની પણ ધરપકડ થઈ હતી. આના એક દિવસ પહેલા જ રમખાણોમાં માર્યા ગયેલા કોંગ્રેસ સાંસદ અહેસાન જાફરીની પત્ની જકિયા જાફરીની વિશેષ તપાસ ટીમ વિરૂદ્ધની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી.
એસઆઇટી દ્વારા દાખલ આરોપ પત્રમાં કહેવામાં આવ્યું છે કે તીસ્તી સેતલવાડે રમખાણોમાં મોટા પ્રમાણમાં મોતો માટે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ અને ભાજપાના ટોચના નેતાઓને ફસાવવાની કોશિશ કરી હતી. ગુજરાત રમખાણોના ષડયંત્રના આરોપોમાંથી તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને અન્યને ક્લિન ચીટ મળી ચૂકી છે.
આ પણ વાંચો- મહારાષ્ટ્રમાં ભયાનક બસ અકસ્માતમાં 26 લોકો બળીને ભળથું, PM મોદીએ વ્યક્ત કર્યું દુ: ખ