કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગ

રાજકોટ કથિત લવ જેહાદનો મામલો : ગુજરાત હાઇકોર્ટે મહેબુબ બુખારીની હેબિયસ કૉર્પસની અરજી ફગાવી

  • રાજકોટમાં ક્રિકેટ કોચિંગના નામે મુસ્લિમ યુવકે હિંદુ યુવતીને ફસાવી
  • હાઇકોર્ટે મહેબુબ બુખારીની હેબિયસ કોપર્સની અરજી ફગાવી
  • મહેબુબ બુખારીએ યુવતીનો કબ્જો લેવા હેબિયસ કોપર્સની કરી હતી અરજી

રાજકોટ લવ જેહાદ કેસમાં મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં ગુજરાત હાઈકોર્ટે મહેબુબ બુખારીની હેબિયસ કોપર્સની અરજી ફગાવી દીધી છે. મહેબુબ બુખારીએ યુવતીનો કબ્જો લેવા હેબિયસ કોપર્સની અરજી કરી હતી. જોકે કોર્ટમાં યુવતીએ મુસ્લિમ યુવક સાથે જવાની ના પાડી હતી. આ તરફ હાઇકોર્ટે મહેબુબ બુખારીની હેબિયસ કોપર્સની અરજી ફગાવી યુવતીને નારી સંરક્ષણમાં મોકલી આપી છે.

શું હતી સમગ્ર બાબત
પ્રાપ્ત વિગતો અનુસાર,રાજકોટમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. શહેરમાં ક્રિકેટ કોચિંગ ક્લાસ ચલાવતા મહેબૂબ બુખારી નામના યુવકે હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. આ તરફ મહેબૂબે યુવતીનું નામ પણ બદલી નાખ્યું છે અને તેને ગાયબ કરી નાખી હોવાનો યુવતીના પરિવારે આક્ષેપ લગાવ્યો હતો. આ સાથે જ યુવતીના પરિવારે પોલીસ પણ ગંભીર આક્ષેપો લગાવ્યા હતા. મૂળ તળાજા પંથકનો પરિવાર છેલ્લા કેટલાક વર્ષથી રાજકોટ રહે છે. આ પરિવારની દિકરી શહેરની કુંડલીયા કોલેજમાં અભ્યાસ કરે છે. કુંડલીયા કોલેજમાં અભ્યાસ કરતી દીકરી 26 જૂનથી ગાયબ થઈ જતા યુવતીનો પરિવાર યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો હતો. યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે યુવતીના પરિવારે ક્રિકેટ કોચિંગ ક્લાસ ચલાવતા મહેબૂબ બુખારી નામના યુવક સામે ફરિયાદ નોંધાવી હતી. જોકે, પોલીસ દ્વારા આ મામલે કોઈ કાર્યવાહી કરવા ન આવતા પરિવારે કુંડલિયા કોલેજના સંચાલકોનો સંપર્ક કર્યો હતો અને પોતોની દર્દભરી કહાની વર્ણવી હતી.

યુવતીએ યુવક સાથે જવાની ના પાડી
મહત્વનું છે કે,ક્રિકેટ કોચિંગના નામે મુસ્લિમ યુવકે હિંદુ યુવતીને ફસાવવાના રાજકોટ લવ જેહાદ કેસમાં મહેબુબ બુખારીએ યુવતીનો કબ્જો લેવા હેબિયસ કોપર્સની હાઇકોર્ટમાં અરજી કરી હતી. આ તરફ કોર્ટમાં યુવતીએ મુસ્લિમ યુવક સાથે જવાની ના પાડી હતી. યુવતીએ કહ્યું કે, હું મારા કેરિયર પર ફોકસ કરવા માંગુ છું. આ સાથે નારી સંરક્ષણ ગૃહમાં જ રહેવાની યુવતીએ કોર્ટમાં વિનંતી કરી હતી. જેને લઈ યુવતીને નારી સંરક્ષણમાં મોકલી અપાઈ છે. મહત્વનું છે કે, તાજેતરમાં જ યુવતીના માતા-પિતાએ યુવતીને ફસાવીને મુસ્લિમ યુવકે બળાત્કાર કર્યાની ફરીયાદ કરી હતી. જોકે યુવતીએ માતા-પિતાની ફરિયાદ ખોટી ઠેરવતા કોર્ટે યુવતીને નારી સંરક્ષણમાં મોકલી છે.

સોનાના દાગીના અને દોઢ લાખ રૂપિયા આપી દીધા
મહેબૂબની ઉશ્કેરણી અને ધમકીને કારણે રિયાએ ઘરમાંથી દોઢ લાખ રૂપિયાના સોનાના ઘરેણાંની ચોરી કરીને મહેબૂબને આપી દીધા હતા અને રોકડ પણ ચોરી કરીને મહેબૂબને આપતી હતી. રિયા 26 જૂનથી ગાયબ થઈ ગઈ છે. અમે આ મામલે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે, છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

આ પણ વાંચો : અમદાવાદમાં લવ જેહાદ: ઈલિયાસે ‘યસ’બનીને સગીરાને પ્રેમજાળમાં ફસાવી આચર્યું દુષ્કર્મ

Back to top button