સુરત ડાયમંડ બુર્સમાં બાકીની 300 દુકાનો વેચવા સામે મનાઇ હુકમને ગુજરાત હાઇકોર્ટે રદબાતલ ઠરાવ્યો
- હાઇકોર્ટના આ હુકમને પગલે સુરત ડાયમંડ બર્સને મોટી રાહત મળી
- ગુજરાત હાઇકોર્ટમાં કરાયેલી અરજીમાં હાઇકોર્ટે આ ચુકાદો જાહેર કર્યો હતો
- ડાયમંડ બુર્સને ચાર સપ્તાહમાં રૂ. 125 કરોડની બેંક ગેરંટી આપવા હુકમ કર્યો હતો
સુરત ડાયમંડ બુર્સમાં બાકીની 300 દુકાનો વેચવા સામે મનાઇ હુકમને ગુજરાત હાઇકોર્ટે રદબાતલ ઠરાવ્યો છે. જેમાં ડાયમંડ બુર્સને રૂ. 125 કરોડની બેંક ગેરંટીના હુકમને હાઈકોર્ટે રદ કર્યો છે. સુરતમાં વિશ્વનું સૌથી મોટું 67 લાખ ચોરસ ફૂટ વિશાળ જગ્યામાં કોમર્શીયલ કોમ્પલેક્ષ છે. સુરત ડાયમંડ બુર્સ તરફ્થી અત્યારસુધીમાં પીએસપી પ્રોજેકટને રૂ.2086 કરોડ જેટલી રકમ ચૂકવી દેવાઇ છે.
આ પણ વાંચો: સુરત : પુત્રીએ કહ્યું માતા-પિતા મારી પાસે દારૂ-ગાંજો વેચાવડાવે છે, મારે ત્યાં નથી જવું
ગુજરાત હાઇકોર્ટમાં કરાયેલી અરજીમાં હાઇકોર્ટે આ ચુકાદો જાહેર કર્યો હતો
સુરતમાં વિશ્વનું સૌથી મોટું 67 લાખ ચોરસ ફૂટ વિશાળ જગ્યામાં કોમર્શીયલ કોમ્પલેક્ષનું બાંધકામ કરનાર પીએસપી પ્રોજેકટને રૂ. 125 કરોડની બેંક ગેરેંટી આપવા ડાયમંડ બુર્સ મેનેજમેન્ટને ફરમાન કરતા અને બુર્સમાં બાકીની 300 દુકાનો વેચવા સામે મનાઇહુકમ ફરમાવતાં સુરત કોમર્શીયલ કોર્ટના હુકમને ગુજરાત હાઇકોર્ટે રદબાતલ ઠરાવ્યો છે. સુરત કોમર્શીયલ કોર્ટના હુકમને પડકારતી સુરત ડાયમંડ બુર્સ તરફ્થી ગુજરાત હાઇકોર્ટમાં કરાયેલી અરજીમાં હાઇકોર્ટે આ ચુકાદો જાહેર કર્યો હતો.
ડાયમંડ બુર્સને ચાર સપ્તાહમાં રૂ. 125 કરોડની બેંક ગેરંટી આપવા હુકમ કર્યો હતો
સુરતમાં વિશ્વનું સૌથી મોટુ 67 લાખ ચોરસ ફૂટ વિશાળ જગ્યામાં કોમર્શીયલ કોમ્પલેક્ષનું બાંધકામ કરનાર પીએસપી પ્રોજેકટ દ્વારા સુરત કોમર્શીયલ કોર્ટમાં કરાયેલી અરજીમાં કોર્ટે સુરત ડાયમંડ બુર્સને ચાર સપ્તાહમાં રૂ. 125 કરોડની બેંક ગેરંટી આપવા હુકમ કર્યો હતો અને જયાં સુધી બેંક ગેરેટી ના અપાય ત્યાં સુધી એસડીબીને બાકીની 300 દુકાનો વેચવા, હરાજી કે ટ્રાન્સફર કરવા સામે મનાઇહુકમ ફરમાવી દીધો હતો. જો કે, સુરત કોમર્ર્શિયલ કોર્ટના આ હુકમથી નારાજ સુરત ડાયમંડ બુર્સ તરફ્થી હાઇકોર્ટ સમક્ષ અરજી કરી જણાવાયું હતું કે, કોમર્શિયલ કોર્ટનો હુકમ અયોગ્ય અને ગેરકાયદે છે.
સુરત ડાયમંડ બુર્સ તરફ્થી અત્યારસુધીમાં પીએસપી પ્રોજેકટને રૂ.2086 કરોડ જેટલી રકમ ચૂકવી દેવાઇ
સુરત ડાયમંડ બુર્સ તરફ્થી અત્યારસુધીમાં પીએસપી પ્રોજેકટને રૂ.2086 કરોડ જેટલી રકમ ચૂકવી દેવાઇ છે અને બાકીની રકમ પણ ઝડપથી ચૂકવવા પ્રયત્નશીલ છે. પ્રસ્તુત કેસમાં વર્ક એરિયા, વાસ્તવિક ખર્ચ, તફવત અને એન્જિનીયરના સર્ટિફ્કિેશન, ફઇનલ બીલ સહિતના કેટલાક મુદ્દા પર તેઓ વચ્ચે મતભેદ સર્જાયા હતા. બુર્સની બાકીની દુકાનોના વેચાણ કે હરાજી મારફ્તે રકમ મેળવાય તે પહેલાં સુરત કોમર્શિયલ કોર્ટનો ઉપરોકત હુકમ તેમાં બાધારૂપ બન્યો છે, તેથી હાઇકોર્ટે સુરત કોર્ટના આ હુકમને રદબાતલ ઠરાવવો જોઇએ. તમામ પક્ષકારોને સાંભળ્યા બાદ હાઇકોર્ટે સુરત કોમર્શીયલ કોર્ટના હુકમને રદબાતલ ઠરાવ્યો હતો. હાઇકોર્ટના આ હુકમને પગલે સુરત ડાયમંડ બર્સને મોટી રાહત મળી છે.