ગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાત હાઇકોર્ટ: ફિઝિયોથેરાપિસ્ટ ડેન્ટિસ્ટ કે આયુર્વેદ ડૉક્ટરની સમકક્ષ ન ગણાય

  • 11 ફિઝિયો-ફાર્માસિસ્ટે ક્લાસ-2 ગેઝેટેડ ઓફિસર ગણવા અરજી કરેલી
  • હાઇકોર્ટે અરજદારોની રિટ અરજી નકારી કાઢી હતી
  • અગાઉ આયુર્વેદિક ડોકટરોને એલોપેથી ડોકટરો સમકક્ષ ગણવાનો નિર્ણય સુપ્રીમકોર્ટે રદ કર્યો હતો

ગુજરાત હાઇકોર્ટે જણાવ્યું છે કે ફિઝિયોથેરાપિસ્ટ ડેન્ટિસ્ટ કે આયુર્વેદ ડૉક્ટરની સમકક્ષ ન ગણાય. જેમાં 11 ફિઝિયો-ફાર્માસિસ્ટે ક્લાસ-2 ગેઝેટેડ ઓફિસર ગણવા અરજી કરેલી હતી. તેમાં આયુર્વેદ તબીબોને પણ એલોપથી ડૉક્ટરની સમકક્ષ ગણવા સુપ્રીમે ઈનકાર કર્યો છે. તથા હાઇકોર્ટે અરજદારોની રિટ અરજી નકારી છે તથા કોઇપણ રાહત આપવાનો સાફ્ ઇન્કાર કર્યો છે.

આ પણ વાંચો: અમદાવાદ: આયુર્વેદિક દવાની આડમાં ઠગાઈ કરતી ગેંગનો સાઇબર ક્રાઇમે પર્દાફાશ કર્યો 

હાઇકોર્ટે અરજદારોની રિટ અરજી નકારી કાઢી હતી

ફિઝિયોથેરાપિસ્ટ ડોકટરને ડેન્ટિસ્ટ કે આયુર્વેદિક ડોકટર સમકક્ષ ગણવાનો ગુજરાત હાઇકોર્ટના ચીફ્ જસ્ટિસની ખંડપીઠે સાફ્ ઇનકાર કરી દીધો હતો. 11 જેટલા ફિઝિયોથેરાપિસ્ટ-ફર્માસીસ્ટ તરફ્થી કરાયેલી રિટ અરજીમાં તેઓને પણ કલાસ-2ના ગેઝેટેડ ઓફ્સિર ગણવા દાદ માંગવામાં આવી હતી. જો કે, ચીફ્ જસ્ટિસની ખંડપીઠે સ્પષ્ટપણે જણાવ્યું કે,ફિઝિયોથેરાપિસ્ટને આયુર્વેદ ડોકટર કે ડેન્ટિસ્ટ સાથે સરખાવી શકાય જ નહી. હાઇકોર્ટે અરજદારોની રિટ અરજી નકારી કાઢી હતી અને તેઓને કોઇપણ રાહત આપવાનો સાફ્ ઇન્કાર કરી દીધો હતો.

આ પણ વાંચો: ગુજરાત: રેલી તથા શક્તિ પ્રદર્શન સાથે ભાજપના 15, કોંગ્રેસના 9 ઉમેદવારોએ ફોર્મ ભર્યું

અગાઉ આયુર્વેદિક ડોકટરોને એલોપેથી ડોકટરો સમકક્ષ ગણવાનો નિર્ણય સુપ્રીમકોર્ટે રદ કર્યો હતો

હાઇકોર્ટે આ મામલે અરજદારપક્ષને રાજય સરકારમાં સૂચન કરવા જણાવ્યું હતું અને પિટિશનનો નિકાલ કર્યો હતો. હાઇકોર્ટે વધુમાં એવી પણ ટકોર કરી હતી કે, અગાઉ આયુર્વેદિક ડોકટરોને એલોપેથી ડોકટરો સમકક્ષ ગણવાનો નિર્ણય સુપ્રીમકોર્ટે રદ કર્યો હતો. આ તમામ પોસ્ટની કાર્યશૈલી અને ચિકિત્સા પધ્ધતિ અલગ-અલગ હોય છે ત્યારે તેમને એકસરખા ગણાવી શકાય નહી. હાઇકોર્ટ આ માટે રાજય સરકારને કોઇ હુકમ કે નિર્દેશ કરી શકે નહી કારણ કે, આ રાજયની વૈધાનિક સત્તાની વાત છે. અરજદારપક્ષ તરફ્થી એવા મુદ્દા ઉઠાવાયા હતા કે, અરજદારો ફિઝિયોથેરાપિસ્ટ-ફર્માસીસ્ટ છે, તેઓને ડેન્ટિસ્ટ સમકક્ષ ગણાતા નથી કે જયારે બનેનો અભ્યાસક્રમ ચાર વર્ષનો છે અને તેમની ઇન્ટર્નશીપ પણ છ મહિનાથી એક વર્ષની છે. તેથી તેઓને પણ કલાસ-2 ગેઝેટેડ ઓફ્સિર ગણી તે પ્રમાણેનો પે સ્કેલ મળવો જોઇએ. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન અને હેલ્થ મીનીસ્ટ્રી અંતર્ગત તમામને એક જૂથમાં મૂકાયા છે. દાંતના ડોકટર, રેન્જ ફોરેસ્ટ ઓફ્સિર અને વૈદ્ય જેઓ વર્ગ-3માં હતા, તેઓને વર્ગ-2માં મૂકવામાં આવ્યા છે, તેથી તેઓ પણ આ કેટેગરીમાં સ્થાન પામવા પાત્ર છે.

Back to top button