ખાતાકીય તપાસમાં કર્મચારીને વકીલ રોકવાની મંજૂરી જરૂરી છે તેમ હાઈકોર્ટ જણાવ્યું છે. એડ્વોકેટ રોકવાની મંજૂરી ન આપવી તે તેને બચાવ કરતા રોકવા સમાન છે. તથા સિટી સિવિલ કોર્ટના કર્મચારીની માગ ફગાવાતા અરજી કરવામાં આવી હતી. જેમાં અરજદારે અમદાવાદ સિટી-સિવિલ કોર્ટમાં આસિસ્ટન્ટ તરીકે કામ કરતો હતો તેણે અરજી કરી હતી.
આ પણ વાંચો: અમદાવાદમાં આ તારીખથી પડશે કડકડતી ઠંડી
જાણો સમગ્ર મામલો:
ગુજરાત હાઈકોર્ટે આદેશ કર્યો છે કે, જો કોઈ કર્મચારી ખાતાકીય તપાસનો સામનો કરી રહ્યો હોય અને કેસની તપાસ કરનાર અધિકારી કાયદાના નિષ્ણાત હોય, ત્યારે આ પ્રકારની સ્થિતિમાં તપાસનો સામનો કરનાર કર્મચારી પણ પોતાના બચાવ માટે વકીલને રોકી શકે છે. હાઈકોર્ટનુ અવલોકન છે કે, આ કેસમાં તપાસ કરનાર અધિકારી ખુદ સિટી-સિવિલ કોર્ટના જજ છે અને તેઓ કાયદાકીય કાર્યવાહીના નિષ્ણાત છે. આ સંજોગોમાં અરજદાર કાયદાની પ્રેક્રિટસ કરતા હોય તેવા એડ્વોકેટ અથવા તો કાયદાકીય બાબતોના નિષ્ણાતને રોકીને પોતાનો બચાવ કરી શકે છે.
આ પણ વાંચો: અમદાવાદ: પેપર કપ પર પ્રતિબંધ AMC કમિશનર ભરાયા, ઉત્પાદકોએ આપી આ ચીમકી
આ બાબત તેને બચાવ કરતા રોકવા સમાન છે
અરજદારને તેનો બચાવ કરવાથી વંચિત રાખી શકાય નહીં. સુપ્રીમ કોર્ટે પણ આ પ્રકારના કેસમાં સ્પષ્ટતા કરેલી જ છે કે જ્યારે કોઈ કર્મચારી આરોપોનો સામનો કરી રહ્યો હોય ત્યારે તપાસ કરનાર અધિકારી કાયદાકીય બાબતોના નિષ્ણાત હોય ત્યારે તેને એડ્વોકેટની મદદ લેતા અટકાવવો તે યોગ્ય નથી. તપાસ કાનુની નિષ્ણાત દ્વારા થતી હોય અને કર્મચારીને તેના બચાવ માટે એડ્વોકેટ રોકવાની મંજૂરી ન આપવામાં આવે તો આ બાબત તેને બચાવ કરતા રોકવા સમાન છે. આ વાત કુદરતી ન્યાયના સિદ્ધાંતથી એકદમ વિપરિત છે.
અરજદારે તેના બચાવ માટે એડ્વોકેટ રોકવા માટે મંજૂરી માગેલી
કેસની વિગત જોઈએ તો, અરજદાર એ અમદાવાદ સિટી-સિવિલ કોર્ટમાં આસિસ્ટન્ટ તરીકે કામ કરતો હતો. જો કે, તેની સામે ફરિયાદ કરીને કેટલાક ગંભીર પ્રકારના આક્ષેપો કરાયા હતા. જેથી, વિજિલન્સ અધિકારીએ તેની વિરુદ્ધ ખાતાકીય તપાસ કરીને રિપોર્ટ રજૂ કરેલો. આ પછી, તેની સામે તપાસ શરુ કરાયેલી છે. જેમાં, તપાસ કરનાર અધિકારી સિટી-સિવિલ કોર્ટના જજ હતા. જેથી, અરજદારે તેના બચાવ માટે એડ્વોકેટ રોકવા માટે મંજૂરી માગેલી. જેને નકારી દેવામાં આવેલી. આ પછી, અરજદારે રિવ્યૂ અરજી પણ કરેલી. જો કે, તેને ફગાવાઈ હતી. જેથી, અરજદારે હાઈકોર્ટમાં અરજી કરેલી.