હાર્દિક પટેલ વિરુદ્ધનું ધરપકડ વૉરન્ટ ગુજરાત હાઇકોર્ટે રદ કર્યું


અમદાવાદઃ ભાજપના ધારાસભ્ય અને એક સમયના પાટીદાર અનામત આંદોલનના અગ્રણી હાર્દિક પટેલ વિરુદ્ધનું ધરપકડ વૉરન્ટ ગુજરાત હાઇકોર્ટે રદ કરી દીધું છે. અહેવાલ અનુસાર રાજદ્રોહના કેસની સુનાવણીમાં સતત ગેરહાજર રહેવા બદલ નીચલી અદાલત દ્વારા જારી કરવામાં આવેલું બિનજામીનપાત્ર ધરપકડ વૉરન્ટ રદ કરી દેવામાં આવ્યું હતું.
2015 માં પાટીદાર અનામત આંદોલન દરમિયાન બનેલી ઘટનાઓના સંદર્ભમાં હાર્દિક પટેલ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવેલો હતો. હાર્દિક પટેલ તે સમયે પાટીદાર અનામત આંદોલન (પાસ)ના કન્વીનર હતા. આ કેસમાં સુનાવણી માટે નીચલી અદાલતમાં હાજર રહેવામાં નિષ્ફળ જતા હાર્દિક પટેલ વિરુદ્ધ વૉરન્ટ જારી કરવામાં આવ્યું હતું. આમ છતાં તે સુનાવણીમાં હાજર ન રહેતા 2020ની 7મી ફેબ્રુઆરીએ બીજી વખત પણ તેમની સામે વૉરન્ટ જારી કરવામાં આવ્યું હતું.
ગુજરાત હાઈકોર્ટમાં આ કેસની સુનાવણી દરમિયાન હાર્દિક પટેલના વકીલે દલીલ કરી હતી કે, રાજદ્રોહના કેસમાં હાલ ટ્રાયલ કરી શકાય નહીં કેમ કે રાજદ્રોહ અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે અને સુપ્રીમ કોર્ટે અદાલતોમાં ચાલતી આઈપીસીની કલમ 124-એ હેઠળના તમામ કેસની સુનાવણી સ્થગિત રાખવાનો આદેશ કરેલો છે. બીજી તરફ રાજ્ય સરકારે પણ આ દલીલનો લિકો ગુજરાત હાઈકોર્ટે હાર્દિક પટેલ વિરુદ્ધનું બિનજામીનપાત્ર વૉરન્ટ રદ કરી દીધું હતું.
આ પણ વાંચોઃ ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે ભોપાલમાં કોંગ્રેસ પર કર્યા પ્રહારો, કહ્યું કોગ્રેસ છે દેશ વિરોધી