ગુજરાતટોપ ન્યૂઝ

2002ના કેસમાં દિલ્હીના LG વી.કે. સક્સેનાને ગુજરાત હાઈકોર્ટે રાહત આપી

Text To Speech

સામાજિક કાર્યકર્તા મેધા પાટકર પર હુમલો કરવાના આરોપમાં દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર (LG) વિનય કુમાર સક્સેના સહિત અન્ય ત્રણને ગુજરાત હાઇકોર્ટે રાહત આપી છે. ગુજરાત હાઇકોર્ટે વી કે સક્સેના જ્યાં સુધી દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર રહે ત્યાં સુધી તેમના પર કાર્યવાહી ન કરવા આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે અગાઉ અમદાવાદની કોર્ટે દિલ્હીના LGની અરજી ફગાવી દીધી હતી. જેમાં તેમણે ડેપ્યુટી ગવર્નર તરીકે તેમને મળેલી સત્તાનો ઉલ્લેખ કરીને ફોજદારી ટ્રાયલમાંથી મુક્તિ માંગી હતી. અમદાવાદની કોર્ટમાં એડિશનલ મેટ્રોપોલિટન જજ પીએન ગોસ્વામીએ સક્સેના દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી ફગાવી દીધી હતી. સક્સેના પર 2002માં અમદાવાદના સાબરમતી આશ્રમમાં સામાજિક કાર્યકર્તા મેધા પાટકર પર હુમલો કરવાનો આરોપ હતો. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરે ફોજદારી ટ્રાયલમાંથી મુક્તિની માંગ કરી હતી, જ્યારે સામાજિક કાર્યકર્તા મેધા પાટકર દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : GSEB 2023 : ધોરણ-10 નું પરિણામ મે મહિનાની આ તારીખે થશે જાહેર !
ગુજરાત - Humdekhengenewsમેધા પાટકરના વકીલ દ્વારા કોર્ટમાં એવું કહેવામાં આવ્યું હતું કે તેઓ રાજ્યપાલ નથી અને તેઓ મુક્તિના હકદાર નથી. મેધા પાટકર વતી દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું હતું કે દિલ્હીના એલજી માત્ર રાષ્ટ્રપતિના એજન્ટ છે. આવી સ્થિતિમાં તેમને બંધારણના અનુચ્છેદ 361 જેવી ઇમ્યુનિટી ન આપવી જોઈએ. એડિશનલ મેટ્રોપોલિટન જજ પી.એન.ગોસ્વામીએ સુનાવણી બાદ સક્સેનાની અરજી ફગાવી દીધી હતી. વી કે સક્સેના ઉપરાંત, હાલમાં અમદાવાદ વિધાનસભાના ભાજપના ધારાસભ્યો અમિત શાહ અને અમિત ઠાકર, એડવોકેટ રાહુલ પટેલ પણ આ કેસમાં આરોપી હતા. 21 વર્ષ બાદ અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં આ કેસની સુનાવણી શરૂ થઈ હતી.

Back to top button