અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત હાઇકોર્ટે જીએસટી ફ્રોડમાં મહેશ લાંગાના જામીન ફગાવ્યા

Text To Speech

અમદાવાદ, 6 ફેબ્રુઆરી 2025: જીએસસટી ફ્રોડ કેસ તેમજ છેતરપીંડીથી ઇનપુટ ટેક્સ ક્રેડિટ અને બનાવટી દસ્તાવેજો બનાવવાના કેસમાં હાલમાં જેલમાં બંધ મહેશ લાંગાએ ગુજરાત હાઇકોર્ટમાં  જામીન અરજી કરી હતી તે કોર્ટે ફગાવા દીધી છે.

રાજ્ય સરકારે અગાઉ એવી દલીલ કરી હતી કે લાંગા પ્રભાવશાળી વ્યક્તિ છે અને તેમની ગુપ્ત સરકારી દસ્તાવેજો ચોરવાના કેસમાં પણ એજ એફઆઇઆર થઇ છે તેમ કહેતા કોર્ટે અગાઉ આ અંગેનો ચૂકાદો 28 જાન્યુઆરીએ અનામમત રાખ્યો હતો.

આમ રાજ્યએ તેમના પ્રભાવ અને આરોપોના સ્વરૂપને ધ્યાનમાં રાખીને કોર્ટને વિનંતી કરી કે વિગતવાર તપાસ જરૂરી છે. તેમણે છેલ્લે દલીલ કરી હતી કે લંગા એક પત્રકાર છે, વેપારી કે ભાગીદાર નથી જે “અલગ વર્ગ” છે, અને તેથી કોર્ટ સમક્ષ હાજર અન્ય અરજદારોની તુલનામાં લંગાની અરજી પર અલગ વિચારણાની જરૂર છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

દરમિયાન લંગાના વકીલે દલીલ કરી હતી કે ગુજરાત મેરીટાઇમ બોર્ડ (GMB) ના સરકારી દસ્તાવેજો સાથે જોડાયેલી FIR અમદાવાદ DCB ક્રાઇમ દ્વારા તેમના ઘરેથી મળી આવી હતી. તેમજ એમ પણ જણાવ્યું હતુ કે તેમણે કહ્યું કે તે દસ્તાવેજો તેમને “જામનગરમાં બંદર સ્થાપિત કરવાની પરવાનગી માંગતી એસ્સાર કંપની અને અદાણી લિમિટેડ દ્વારા પૂરા પાડવામાં આવ્યા હતા”.

Back to top button