રાજ્યમાં આ વર્ષે મેઘો કંઇક વધુ જ મહેરબાન બન્યો હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા એક અઠવાડિયાથી મેઘરાજા બઘડાટી બોલાવી રહ્યા છે. ત્યારે હજુ વધુ એક વાર હવામાન વિભાગે આગાહી કરી છે કે આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા વર્તાઈ રહી છે. રાજ્યના મોટાભાગના જિલ્લામાં આજે વરસાદ વરસી શકે છે. જોકે, 17મી તારીખ બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટવાની આગાહી કરવામાં આવી છે.
નર્મદા અને ભરૂચમાં સારો એવો વરસાદની વકી
રાજ્યમાં આજે સૌરાષ્ટ્રના પણ અનેક જિલ્લાઓમાં આજે મેઘરાજા ધડબડાટી બોલાવશે. જ્યારે ઉત્તર ગુજરાતમાં પણ આજે મહેસાણા, પાટણ, સાબરકાંઠા અને બનાસકાંઠામાં પણ અનરાધાર વરસાદ વરસી શકે છે. સુરત, વલસાડ, ડાંગ, નર્મદા અને ભરૂચમાં સારો એવો વરસાદ પડી શકે છે. તો બીજી બાજુ છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, આણંદ અને ખેડામાં પણ વરસાદ થશે.