ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાત: ગરમીએ ફેબ્રુઆરીમાં 7 વર્ષનો રેકોર્ડ તોડ્યો, હવામાન વિભાગે કરી આગાહી

Text To Speech

ગુજરાતમાં ઉનાળાનું આગમન થયુ છે. જેમાં બપોરે અંગ દઝાડતી ગરમી પડી રહી છે. ગઇકાલે ગુજરાતમાં ગરમીએ છેલ્લા 7 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. ગઇકાલે સુરેન્દ્રનગર, રાજકોટ અને અમરેલીમાં ગરમીનો પારો 38 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. જેમાં હવામાન વિભાગે આગાહી કરી છે આગામી દિવસોમાં આકરી ગરમી પડશે.

આ પણ વાંચો: અમદાવાદ: IPSના ચકચારી હનીટ્રેપ કાંડમાં નવો વિવાદ સામે આવ્યો

ફેબ્રુઆરીમાં ઐતિહાસિક 40 ડિગ્રી તાપમાન

ગુજરાતમાં પવનની દિશા બદલાતા ગરમીના પ્રમાણમાં વધારો થયો છે. જેમાં તાપમાન સામાન્ય કરતા 5 ડિગ્રી વધ્યુ છે. તેમજ અમદાવાદનું તાપમાન 35 ડિગ્રીને પાર ગયુ છે. તથા ભુજમાં ફેબ્રુઆરીમાં ઐતિહાસિક 40 ડિગ્રી તાપમાન રહ્યું છે.

ભુજ રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું

રાજ્યમાં ગઇકાલે પડેલી અંગ દઝાડતી ગરમી વચ્ચે અમદાવાદમાં ગરમીનો પારો 6.7 ડિગ્રીથી વધીને 37 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. આ તરફ હવે 20 ફેબ્રુઆરી સુધી ગરમીનો પારો 38 ડિગ્રીને પાર જવાની શક્યતા છે. ગઇકાલે 40.3 ડિગ્રી સાથે ભુજ રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું હતું.

20 ફેબ્રુઆરી સુધીમાં શહેરમાં ગરમીનો પારો 38 ડિગ્રીને પાર કરી જવાની શક્યતા

રાજ્યમાં ગરમીમાં વધારો શરૂ થઈ ગયો છે. જેને લઈ ગરમીનો પારો સામાન્યથી 6.7 ડિગ્રી વધી 37ને પાર પહોંચ્યો છે. નોંધનીય છે કે, 20 ફેબ્રુઆરી સુધીમાં શહેરમાં ગરમીનો પારો 38 ડિગ્રીને પાર કરી જવાની શક્યતા છે. રાજ્યમાં પવનની દિશા બદલાઈને ઉત્તરથી ઉત્તર પૂર્વ થતાં ગરમીમાં વધારો થઈ રહ્યો છે. જેને લઈ હવે દિવસે આકરી ગરમી અને રાત્રે હળવી ઠંડી અનુભવશે.

Back to top button