ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત : આરોગ્ય કર્મીઓ વાંરવાર નહીં પાડી શકે હડતાળ, સરકાર ESMA લાગુ કરશે

Text To Speech
  • વારંવાર હડતાલ કરતાં આરોગ્ય કર્મીઓને રોકવા માટે હવે સરકાર મક્કમ
  • સરકાર નોટિફિકેશન કે ગેજેટ પ્રસિદ્ધ કરીને સત્તાવાર જાહેરાત કરી શકે છે
  • ફિક્સ-પેના કર્મીઓ હડતાળ પર જશે તો સેવા સમાપ્તિ સુધીની કાર્યવાહી

ગુજરાતમાં હવે વારંવાર હડતાળ કરતાં આરોગ્ય કર્મીઓ સામે સરકાર કાર્યવાહી કરશે. ગાંધીનગર કૂચ કરીને વારંવાર હડતાલ કરતાં આરોગ્ય કર્મીઓને રોકવા માટે હવે સરકાર ESMA લાગુ કરશે.

ફિક્સ-પેના કર્મીઓ હડતાળ પર જશે તો સેવા સમાપ્તિ સુધીની કાર્યવાહી

આ નિયમ હેઠળ સરકાર ફિક્સ-પેના કર્મીઓ હડતાળ પર જશે તો સેવા સમાપ્તિ સુધીની કાર્યવાહી કરી શકે છે. રાજ્ય સરકારે આરોગ્ય સેવાઓને પણ આવશ્યક સેવા જાહેર કરવાની પ્રાથમિક માહિતી મળી રહી છે, ત્યારે બિનજરૂરી અને વારંવાર હડતાલ પર જઈને દર્દીઓની જીંદગી જોખમમાં મૂકતા આરોગ્ય કર્મીઓની મનમાની હવે નહીં ચાલે.

સરકાર નોટિફિકેશન કે ગેજેટ પ્રસિદ્ધ કરીને સત્તાવાર જાહેરાત કરી શકે છે

ફિક્સ-પે ના કર્મીઓ હડતાલ પર જાય ત્યારે તેમની સેવા સમાપ્તિ સુધીની વિચારણા ચાલી રહી છે. આ મામલે આવશ્યક સેવાઓ જાળવણી અધિનિયમ, 1981 (ESMA) હેઠળ હવે સરકાર નોટિફિકેશન કે ગેજેટ પ્રસિદ્ધ કરીને સત્તાવાર જાહેરાત કરી શકે છે. અગાઉ રાજ્યમાં પોલીસ, ઊર્જા જેવા મહત્ત્વના વિભાગોની સેવાઓ પણ અગાઉથી અતિઆવશ્યક સેવાઓમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: અમદાવાદ જિલ્લા-શહેરના હેલ્થ સેન્ટર-હોસ્પિટલોમાં સ્ટાફની જાણો કેટલી ખાલી જગ્યા

Back to top button