ગુજરાત

ગુજરાત: CMOથી બોલું છુ કહી પોલીસને આરોપી છોડવા માટે ફેક કોલ કરતો ગઠિયો ઝડપાયો

  • પોલીસે ઈસમને અમદાવાદથી ઉઠાવી તેના વિરુદ્ધ ફરિયાદ નોંધી
  • આરોપીને દબોચી લઇ રિમાન્ડ મેળવી પૂછપરછ શરુ કરી
  • સુરત ખાતેથી ઓન લાઈન ફ્રોડ પ્રકરણના માસ્ટર માઈન્ડને ઝડપ્યો

અમદાવાદમાંથી CMOથી બોલું છુ કહી પોલીસને આરોપી છોડવા માટે ફેક કોલ કરતો ગઠિયો ઝડપાયો છે. પોલીસને આરોપી છોડવા માટે ફેક કોલ કર્યો હતો. તેમાં જામનગરના પોલીસ અધિક્ષકને વોટ્સઅપ કોલ આવ્યો હતો. જેમાં CMO થી બોલું છું, આમીર અસલમને છોડી મુકવા મારી અંગત ભલામણ છે.

આ પણ વાંચો: અમદાવાદમાં હથિયારો લાવી રાજ્યમાં વેચવાના કૌભાંડનો પર્દાફાશ થયો 

પોલીસે ઈસમને અમદાવાદથી ઉઠાવી તેના વિરુદ્ધ ફરિયાદ નોંધી

મહાઠગ કિરણ પટેલ હજુ બધાને યાદ હશે આવા કિરણ પટેલોની ગુજરાતમાં પણ કોઈ કમી નથી આવી જ એક ઘટના જામનગરમાં સામે આવી છે. જ્યાં એક કૌભાંડમાં સાઈબર ક્રાઈમ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે. જેને જવા દેવા માટે પોતે સીએમ ઓફીસમાં કોઈ અધિકારી ના હોવા છતાં અધિકારી તરીકે ઓળખ આપી. આ પછી એલસીબીએ આરોપીને જવા દેવાની ભલામણ કરનાર ઈસમને અમદાવાદથી ઉઠાવી તેના વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.

આ પણ વાંચો: સુપ્રસિદ્ધ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ દર્શને જતા પહેલા આ સમાચાર ખાસ વાંચો

પોલીસે એક આરોપીને દબોચી લઇ રિમાન્ડ મેળવી પૂછપરછ શરુ કરી

જામનગર સાયબર ક્રાઈમ પોલીસે એક આરોપીને દબોચી લઇ રિમાન્ડ મેળવી પૂછપરછ શરુ કરી છે. લાખો રૂપિયાનું ચીટીંગ કરનાર આરોપીઓનો માસ્ટર માઈન્ડ એવા આરોપી અસલમને છોડાવવા નિકુંજ પટેલના નામથી એસપીને ફોન આવ્યો, મુખ્યમંત્રી કાર્યાલયમાં ઓફિસર તરીકે ફરજ બજાવતો હોવાનું કહી આ સખ્સે અસલમને છોડી મુકવા અંગત ભલામણ કરી હતી. જેને લઈને પોલીસ હરકતમાં આવી અને જે તે નંબર પરથી ફોન કરનાર શખ્સ સામે ફરિયાદ નોંધી છે.

આ પણ વાંચો: ગુજરાત: એક પરિવારને છ પાસપોર્ટ ગુમ થયા અંગેના ખોટા સોગંદનામા કરવા ભારે પડ્યા 

સુરત ખાતેથી ઓન લાઈન ફ્રોડ પ્રકરણના માસ્ટર માઈન્ડને ઝડપ્યો

તાજેતરમાં જામનગર સાયબર ક્રાઈમ પોલીસે સુરત ખાતેથી ઓન લાઈન ફ્રોડ પ્રકરણના માસ્ટર માઈન્ડ ગણાતા આરોપીને પકડી પાડ્યો હતો. રાજ્યભરના અનેક લોકોને આર્થિક રીતે સીસામાં ઉતારનાર ટોળકીને ત્રણ વર્ષ પૂર્વે જામનગર પોલીસે પકડી પાડી હતી. અગાઉ આ પ્રકરણમાં પાંચ આરોપીને દબોચી લેવાયા છે જયારે માસ્ટર માઈન્ડ એવા આરોપી અસલમ અનવર રાણા નામનો સખ્સ તાજેતરમાં પકડાયો છે.

Back to top button