અમદાવાદગુજરાત

ગુનાઈત ઈતિહાસ ધરાવતા વ્યક્તિને ગુજરાત વકફ બોર્ડના સભ્ય બનાવતા હાઈકોર્ટે જવાબ માંગ્યો

અમદાવાદ, 22 એપ્રિલ 2024, ગુજરાત રાજ્ય વક્ફ ટ્રિબ્યુનલના નવા નિયુક્ત સભ્ય અનવર હુસૈન શેખનો કથિત ગુનાઈત ઇતિહાસ હોવા છતાં તેની નિમણૂકની યોગ્યતા પર સવાલ ઉઠાવતી અરજી પર ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર તથા રાજ્ય વક્ફ બોર્ડની સ્પષ્ટતા માંગી છે. આ વર્ષની શરૂઆતમાં શેખને ઇસ્લામિક કાયદા અને ન્યાયશાસ્ત્રના નિષ્ણાત તરીકે વક્ફ ટ્રિબ્યુનલના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમની નિમણૂક સામે વાંધો ઉઠાવતા ત્રણ અરજદારો જેઓ વકફના મેનેજર્સ હોવાનો દાવો કરે છે તેમણે તેમની પસંદગી પર પ્રશ્ન ઉઠાવ્યો અને કહ્યું કે કાયદા મુજબ દોષરહિત અખંડિત વ્યક્તિની પોસ્ટ પર નિમણૂક થવી જોઈએ.

અનવર હુસૈન શેખને પદ પરથી હટાવવાની માંગ કરી
અરજદારોએ આક્ષેપ કર્યો હતો કે અનવર હુસૈન શેખ સામે ગેરકાયદે વસૂલી અને બનાવટના આરોપમાં ત્રણ એફઆઈઆર નોંધવામાં આવી હતી. તેના ગુનાઈત ઇતિહાસની સંપૂર્ણ જાણકારી હોવા છતાં રાજ્ય સરકારે તેમની નિમણૂક કરી હતી. તેઓએ તેમને પદ પરથી હટાવવાની માંગ કરી હતી. મુખ્ય ન્યાયાધીશ સુનીતાબેન અગ્રવાલની આગેવાની હેઠળની બેન્ચે અનવર હુસૈન શેખને પદ પરથી હટાવવા માટે કરવામાં આવેલી દલીલોનો જવાબ આપવાનો નિર્દેશ આપ્યો હતો. આ વર્ષની શરૂઆતમાં અનવર હુસૈન શેખને ઇસ્લામિક કાયદા અને ન્યાયશાસ્ત્રમાં તેમની કુશળતા માટે વકફ ટ્રિબ્યુનલના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

એફિડેવિટનો જવાબ દાખલ કરવો જોઈએ
હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સુનિતાબેન અગ્રવાલે પ્રશ્ન કર્યો કે શું રાજ્ય સરકાર નિમણૂક સમયે પેન્ડિંગ એફઆઈઆર વિશે જાણતી હતી? શેખના વકીલે અરજદારોની ઓળખ પર સવાલ ઉઠાવતા કહ્યું કે ત્રણેયને મેનેજર્સના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. તેમણે એફઆઈઆરને પણ પાયાવિહોણી ગણાવી હતી. આ વિષય પર વધુ સુનાવણી જૂનમાં થશે. મુખ્ય ન્યાયાધિશ સુનિતાબેન અગ્રવાલે 19 એપ્રિલના રોજ જારી કરેલા આદેશમાં જણાવ્યું હતું કે, બ્રિજેશ ત્રિવેદીએ રિટ પિટિશનમાંના જવાબો અને અરજદારો દ્વારા દાખલ કરવામાં આવેલી એફિડેવિટનો જવાબ દાખલ કરવો જોઈએ.

આ કેસમાં આગળની સુનાવણી 28 જૂને યોજાશે
જ્યારે મુખ્ય ન્યાયાધિશ સુનિતાબેન અગ્રવાલે વકફ ટ્રિબ્યુનલના સભ્ય તરીકેની નિમણૂક માટે અધિનિયમમાં નિર્ધારિત લાયકાત વિશે પૂછપરછ કરી ત્યારે અરજદારના વકીલે વકફ એક્ટ, 1995 ની કલમ 83(4) નો સંદર્ભ આપ્યો હતો. જે સંદર્ભ પ્રમાણે દરેક ટ્રિબ્યુનલમાં એક અધ્યક્ષ, જે રાજ્ય ન્યાયિક સેવાના સભ્ય છે જે જિલ્લા સેશન્સ અથવા સિવિલ જજ કરતા નીચું ન હોય, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટની સમકક્ષ રાજ્ય સિવિલ સર્વિસીસમાંથી સભ્ય, મુસ્લિમ કાયદા અને ન્યાયશાસ્ત્રમાં નિષ્ણાત સભ્ય રહ્યા હોવા અંતર્ગતની નિમણૂકો નામ અથવા હોદ્દા દ્વારા કરવાની હોય છે. જ્યારે અનવર હુસૈન શેખના વકીલ બ્રિજેશ ત્રિવેદીને મુખ્ય ન્યાયાધિશ દ્વારા અરજદારના દાવાના જવાબ માટે બોલાવવામાં આવ્યા હતા ત્યારે તેમણે આરોપોને ખોટા અને પાયાવિહોણા ગણાવતા ટૂંકા સોગંદનામા સબમિટ કરવાની દરખાસ્ત કરી હતી. આ કેસમાં આગળની સુનાવણી 28 જૂને યોજાશે.

આ પણ વાંચોઃગુજરાતમાં ગરમીથી મળી રાહત, જાણો તાપમાન વધવાની શું છે હવામાન વિભાગની આગાહી

Back to top button