- મહેસાણાના વિદ્યાસહાયકનું અકસ્માતે મોત થયુ છે
- મોટર વાહન અકસ્માતના કેસમાં હાઇકોર્ટે ચુકાદો આપ્યો
- મરનારની નોકરી સંદર્ભે પરિપત્રો અને રેકોર્ડ જોતાં અદાલતે નિર્ણય કર્યો
શિક્ષકનું અકસ્માતમાં મોત થતા HCએ વીમા કંપનીને રૂ.90 લાખ વળતર ચૂકવવા આદેશ કર્યો છે. જેમાં વિદ્યાસહાયકનું અકસ્માતે મોત થયુ છે. તેમાં HCએ 9 લાખનું વળતર વધારી રૂપિયા 90 લાખ કર્યું છે. નોકરીમાં ચાલુ હોત તો ભાવિ પગાર, સાતમા પગાર પંચનો લાભ સહિતના પરિબળો ધ્યાને લીધા હતા. જેમાં કલેઇમ મંજૂર કરવા મોટર એકસીડેન્ટ કલેઇમ ટ્રિબ્યુનલ, મહેસાણા સમક્ષ માંગણી કરવામાં આવી હતી.
આ પણ વાંચો: ગુજરાતમાં ગરમીનો પારો 37 ડિગ્રી પણ આ વિસ્તારોમાં આવશે વરસાદ
મોટર વાહન અકસ્માતના કેસમાં હાઇકોર્ટે ચુકાદો આપ્યો
સરકારી સ્કૂલમાં ફરજ બજાવતાં એક વિદ્યાસહાયક (આસિ. ટીચર)ના અકસ્માત મૃત્યુના કેસમાં મહેસાણાની મોટર એક્સિડન્ટ કલેઇમ ટ્રિબ્યુનલે તેના આશ્રિતોને રૂ.9,88,000ના વળતર અંગેના એવોર્ડમાં હાઇકોર્ટે નોંધપાત્ર વધારો કરી મૃતકના આશ્રિતોને રૂ.90,63,156ની રકમ 7.5 ટકાના વ્યાજ સાથે 15 સપ્તાહમાં ચૂકવી આપવા ઇફ્કો ટોક્યો જનરલ ઇન્શ્યોરન્સ વીમા કંપનીને હુકમ કર્યો હતો. કોર્ટે જો મૃતક શિક્ષક નોકરીમાં ચાલુ રહ્યા હોત તો તેમનો ભવિષ્યનો પગાર, સાતમા પગાર પંચનો લાભ સહિતના મળવાપાત્ર આવક સહિતના મુદ્દા ધ્યાનમાં લઇ મોટર વાહન અકસ્માતના કેસમાં ચુકાદો આપ્યો હતો.
મરનારની નોકરી સંદર્ભે પરિપત્રો અને રેકોર્ડ જોતાં અદાલતે નિર્ણય કર્યો
હાઈકોર્ટે જણાવ્યું હતું કે, મૃતક મંજૂર જગ્યા પર વિદ્યાસહાયક તરીકે ફરજ બજાવતા હતા. મરનારની નોકરી સંદર્ભે પરિપત્રો અને રેકોર્ડ જોતાં અદાલતનો એ અભિપ્રાય છે કે, જો મૃતક નોકરીમાં ચાલુ રહ્યા હોત તો તેઓ નોકરીમાં કાયમી થાત અને તેમને સાતમા પગાર પંચનો પણ લાભ મળત. એ સિવાય શાળાના પ્રિન્સીપાલના દસ્તાવેજી પુરાવા પરથી પણ સ્પષ્ટ થાય છે કે, 2017ની સ્થિતિએ મૃતકને રૂ.45,859 જેટલો પગાર મળતો હોત. અકસ્માત સમયે મૃતકની ઉમર માત્ર 26 વર્ષની હતી અને તેઓ ફ્ક્સિ પગારદાર હતા. તેથી ભવિષ્યમાં તેમની કાયમી નોકરીના મુદ્દાને ધ્યાનમાં લેતાં તેમની આવકમાં 50 ટકા સૂચિત વધારો વિચારણામાં લેવો પડે તેમ છે. પ્રસ્તુત કેસમાં મરનારના આશ્રિતોમાં તેની વિધવા પત્ની, એક નાનું બાળક અને માતા-પિતા છે. હાઇકોર્ટે તમામ પાસાઓ ધ્યાનમાં લઇ ઇન્શ્યોરન્સ વીમા કંપનીને હુકમ કર્યો હતો.