ગુજરાતમાં વીજળી વપરાશકારોની દરેક કેટેગરીમાં દેશમાં સૌથી વધુ વિદ્યુત શુલ્ક
- અનેકવાર વીજ ડયૂટી ઘટાડવા રજૂઆતો થઈ છે, પણ નકારવામાં આવી
- રાજ્યમાં રહેણાકમાં શહેરી વિસ્તારોમાં 15 ટકાના દરે વીજ ડયૂટી વસૂલાય છે
- છેલ્લા 12 વર્ષમાં રાજ્યની વીજ ડયૂટીની વાર્ષિક આવક રૂ.3655 કરોડથી વધીને રૂ.11798 કરોડે પહોંચી
દેશની સરખામણીએ ગુજરાતમાં વીજ ડયૂટી રેટ દરેક કેટેગરીમાં સૌથી વધારે છે. જેમાં દર ઘટાડવાની માગ ઊર્જામંત્રીએ ફગાવી છે. ઊંચી વીજડયૂટીને કારણે 12 વર્ષમાં રાજ્યની આવક 222.79% વધીને 12 હજાર કરોડે પહોંચી છે. તેમાં ગુજરાતમાં વીજળી વપરાશકારોની દરેક કેટેગરીમાં દેશમાં સૌથી વધુ ઇલેક્ટ્રિસિટી ડયૂટી વસૂલવામાં આવે છે.
આ પણ વાંચો: ગુજરાતમાં જાણો હજુ કેટલા દિવસ રહેશે ઠંડીનો ચમકારો
રાજ્યમાં રહેણાકમાં શહેરી વિસ્તારોમાં 15 ટકાના દરે વીજ ડયૂટી વસૂલાય છે
રાજ્યમાં રહેણાકમાં શહેરી વિસ્તારોમાં 15 ટકાના દરે વીજ ડયૂટી વસૂલાય છે, જે દર ભાજપ શાસિત મહારાષ્ટ્ર પછી બીજા નંબરે સૌથી ઊંચો છે. કમર્શિયલ કેટેગરીમાં 20 ટકાનો દર દેશમાં સૌથી વધારે છે. ઔદ્યોગિક ક્ષેત્રે લો-ટેન્શન કેટેગરીમાં પણ દેશમાં 10 ટકાનો રેટ સૌથી ઊંચો છે. જ્યારે ઔદ્યોગિક ક્ષેત્રે હાઈ-ટેન્શન કેટેગરીમાં પણ મહારાષ્ટ્ર સાથે ગુજરાતનો 15 ટકાનો દર દેશમાં સૌથી વધારે છે. આમ ગુજરાતમાં દરેકે દરેક કેટેગરીમાં ઊંચી વીજળી ડયૂટી વસૂલવામાં આવે છે.
અનેકવાર વીજ ડયૂટી ઘટાડવા રજૂઆતો થઈ છે, પણ નકારવામાં આવી
અનેકવાર વીજ ડયૂટી ઘટાડવા રજૂઆતો થઈ છે, પણ નકારવામાં આવી છે. એવી જ રીતે વર્તમાન વિધાનસભા બજેટ સત્રમાં પણ બીજા રાજ્યોની તુલનામાં વીજ ડયૂટીનો દર ગુજરાતમાં ઘણો વધારે હોઈ તે દર નીચો લાવી ગ્રાહકોને રાહત આપવા રજૂઆત થઈ છે, પરંતુ ઊર્જામંત્રી કનુ દેસાઈએ ‘સૂચન’ ગણાવી તદન ઠંડો પ્રતિભાવ આપ્યો છે. બીજી તરફ ઊંચા દરને કારણે વીજ ડયૂટીની આવક રાજ્ય સરકારની તિજોરી છલકાવી રહી છે. છેલ્લા 12 વર્ષમાં રાજ્યની વીજ ડયૂટીની વાર્ષિક આવક રૂ.3655 કરોડથી વધીને રૂ.11798 કરોડે પહોંચી છે, જે 222.79 ટકાનો જબરજસ્ત વધારો દર્શાવે છે.