અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

કેન્દ્રએ રાજ્ય સરકારની પોલ ખોલી, કોરોનાના નવા વેરિઅન્ટ JN.1ના સૌથી વધુ કેસ ગુજરાતમાં

Text To Speech

અમદાવાદ, 27 ડિસેમ્બર 2023, દેશમાં કોરોનાના JN.1 વેરિઅન્ટના દર્દીઓની સંખ્યામાં વધારો થતા વહીવટી તંત્રની સાથે આરોગ્ય તંત્ર પણ હરકતમાં આવ્યું છે. ગઈકાલ સુધી દેશમાં JN1 કોવિડના કુલ 109 દર્દીઓ નોંધાયા છે જેમાં સૌથી વધારે કેસ ગુજરાતમાં છે. 26મી ડિસેમ્બર સુધી ગુજરાતમાં JN1ના કુલ 36 કેસ નોંધાયા છે. જે સમગ્ર દેશમાં સૌથી વધારે છે.દેશમાં 26મી ડિસેમ્બર સુધીમાં કુલ 109 JN.1 કોવિડ વેરિયન્ટના કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ ગુજરાતમાં 36, કર્ણાટકમાં 34, ગોવામાં 14, મહારાષ્ટ્રમાં 9, કેરળમાં 6, રાજસ્થાનમાં 4, તમિલનાડુમાં 4 અને તેલંગાણામાં 2 કેસ નોંધાયા છે.

સમગ્ર દેશમાં 24 કલાકમાં 529 નવા કેસ નોંધાયા
26 ડિસેમ્બર સુધી દેશમાં કોરોના વાયરસ JN.1ના નવા પ્રકારના કુલ 109 કેસ નોંધાયા છે. કોવિડના નવા વેરિયન્ટનાં કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. લોકો આનાથી સંક્રમિત થઈ રહ્યા છે. અત્યાર સુધીમાં 8 રાજ્યોમાંથી કુલ 109 કેસ નોંધાયા છે. જેમાં ગુજરાતમાં 36 કેસ સામે આવ્યા છે. તાજેતરમાં કેરળમાં નવા વેરિયન્ટને કારણે બે લોકોનાં મોત થયા છે. આ પછી, દક્ષિણના રાજ્યોએ પોતપોતાના સ્થળોએ બેઠકો યોજી અને આરોગ્ય વિભાગોને જરૂરી માર્ગદર્શિકા આપી. જો દેશમાં કોરોના વાયરસના કેસની જ વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 529 નવા કેસ નોંધાયા છે. હવે સક્રિય કેસની સંખ્યા 4093 પર પહોંચી ગઈ છે.

ગઈ કાલે અમદાવાદમાં એક મૃત્યુ નોંધાયુ હતું
આજે અમદાવાદ શહેરમાં નવા કેસ નોંધાયા છે. જેમાં પાંચ પુરૂષ અને ત્રણ મહિલાનો સમાવેશ થાય છે. નવરંગપુરા, નારણપુરા, જોધપુર, થલતેજ, ગોતા અને સરખેજ વિસ્તારમાંથી કેસ નોંધાયા છે. ત્રણ દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી મળી આવી છે. જેમાં અમેરિકા, દુબઈ અને મથુરાથી આવ્યા બાદ તેઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. હાલમાં શહેરમાં 42 જેટલા કોરોનાના એક્ટિવ કેસ નોંધાયા છે. જેમાં એક દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે 41 દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે.અમદાવાદના દરિયાપુરમાં લાંબા સમય બાદ કોરોનાને કારણે એક વૃદ્ધાનું મૃત્યુ નીપજ્યું છે.

આ પણ વાંચોઃ કોરોનાની હાલની નવી લહેરમાં અમદાવાદમાં દરિયાપુરના 82 વર્ષિય મહિલાનું મૃત્યુ

Back to top button