ગુજરાત: ક્ષત્રિય મતોની વોટબેંકના ડેમેજને કંટ્રોલ કરવા આણંદ કમલમ્ ખાતે હર્ષ સંઘવીની બંધબારણે બેઠક
- આણંદ લોકસભા બેઠક ઉપર પણ ક્ષત્રિયો દ્વારા વિરોધનો વંટોળ શરૂ
- પ્રદેશ મહામંત્રી રત્નાકર અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી હેલિકોપ્ટર દ્વારા આણંદ આવ્યા
- ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારની બેઠકમાં સુચક ગેરહાજરી
આણંદ કમલમ્ ખાતે ગૃહમંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ મહામંત્રીએ નેતાઓ સાથે બંધબારણે બેઠક યોજાઇ છે. જેમાં હેલિકોપ્ટર મારફતે આણંદ આવી ડેમેજ કંટ્રોલની કવાયત હાથ ધરી છે. ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારની બેઠકમાં સુચક ગેરહાજરી ચર્ચાનો વિષય બની છે. તથા નેતાઓના આગમનને લઇને જિલ્લાકક્ષાએ ભારે ઉત્તેજના વ્યાપી હતી.
આ પણ વાંચો: ગુજરાતમાં આજથી વધશે ગરમીનો પ્રકોપ, જાણો શું છે હવામાન વિભાગની આગાહી
આણંદ લોકસભા બેઠક ઉપર પણ ક્ષત્રિયો દ્વારા વિરોધનો વંટોળ શરૂ
આણંદ લોકસભા બેઠક ઉપર પણ ક્ષત્રિયો દ્વારા વિરોધનો વંટોળ શરૂ થતાં અચાનક તાબડતોબ પ્રદેશ મહામંત્રી રત્નાકર અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી હેલિકોપ્ટર દ્વારા આણંદ આવી સીધા ભાજપ કાર્યાલય કમલમ ખાતે ક્ષત્રિય નેતાઓ સાથે બંધ બારણે બેઠક યોજીને ઉગ્ર વિરોધને શાંત પાડવા ડેમેજ કંટ્રોલ કરવા આદેશ કરાયો છે. જોકે ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારની બેઠકમાં સુચક ગેરહાજરી ચર્ચાનો વિષય બની છે.
આણંદ લોકસભા બેઠક ઉપર સૌથી વધુ ક્ષત્રિય મતોની વોટબેંક
આણંદ લોકસભા બેઠક ઉપર સૌથી વધુ ક્ષત્રિય મતોની વોટબેંક હોઇ ડેમેજ કંટ્રોલ કરવા માટે ખાસ હેલિકોપ્ટર મારફતે પ્રદેશ મહામંત્રી રત્નાકર અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી કમલમ ખાતે દોડી આવતા જ અચાનક નેતાઓના આગમનને લઇને જિલ્લાકક્ષાએ ભારે ઉત્તેજના વ્યાપી હતી. ભાજપ પ્રદેશ મહામંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કાર્યાલયમાં જિલ્લાકક્ષાના ભાજપના નેતાઓ જિલ્લા પ્રમુખ રાજેશ પટેલ બે મહામંત્રી જગત પટેલ, પુર્વ સાંસદ લાલસિંહ વડોદિયા, રમણ સોલંકી, જશુભા, કાંતિ સોઢા પરમાર, ધારાસભ્ય યોગેશ પટેલ, કમલેશ પટેલ સહિતના નેતાઓ સાથે બંધબારણે બેઠક યોજીને ક્ષત્રિય આંદોલનના મુદ્દે નેતાઓ પાસેથી કેટલાક રિપોર્ટ મેળવી ડેમેજ કંટ્રોલ કરવા અને નેતાઓને સમજાવવા ચર્ચાઓ કરી હોવાની વાત સામે આવી છે.