રાજ્યમાં આંતર માળખાકીય સુવિધાઓના સુગ્રથિત વિકાસ થકી નાગરિકોની સુખાકારીઓમાં વધારો કરવા માટે રાજ્ય સરકાર મક્કમ નિર્ધાર સાથે આગળ વધી રહી છે. આ માટે સમયબદ્ધ આયોજન અને જરૂરી નાણાકીય ફાળવણી કરીને રાજ્ય સરકાર અસરકારક કામગીરી કરી રહી છે, જેના પરિણામે નાગરિકોને મળતી સુવિધાઓમાં વધારો થયો છે. ગાંધીનગર જિલ્લાના ઝડપી વિકાસ માટે તત્પર એવા ગૃહ રાજ્યમંત્રી તેમજ ગાંધીનગરના પ્રભારી મંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને, આજે ગાંધીનગર જિલ્લા આયોજન મંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં વર્ષ ૨૦૨૩-૨૪ માટે રૂ. ૭૩૫ લાખની ગ્રાંટની સામે રૂ.૭૩૫.૦૦ લાખના આયોજનના કામોને મંજૂરી આપવામાં આવી હતી.
આ પણ વાંચો: આજે 50 હજાર વર્ષ પછી ધૂમકેતુ દેખાયો, જાણો તેની ખાસ વાત અને જુઓ વીડિયો
રૂ.૭૩૫.૦૦ લાખના કામોને મંજુર કરવામાં આવ્યા
આયોજન મંડળની આ બેઠકમાં વર્ષ ૨૦૨૩-૨૪ માટે તાલુકા કક્ષાની વિવિધ જોગવાઇ જેવી કે, વિવેકાધીન જોગવાઇ, ખાસ અંગભુત જોગવાઇ, પ્રોત્સાહક જોગવાઇ અને ખાસ ભૌગોલિક પછાત વિસ્તાર જોગવાઇ માટે મળવાપાત્ર થતી રૂ. ૫૦૦ લાખની ગ્રાન્ટની સામે રૂ.૫૦૦.૦૦ લાખના કામો મંજૂર કરાયા હતા. નગરપાલિકા જોગવાઇની મળવાપાત્ર થતી રૂ. ૭૫ લાખની ગ્રાન્ટની સામે ૧૦ કામો રૂ. ૭૫.૦0 લાખના, જિલ્લા કક્ષાની જોગવાઇની મળવાપાત્ર રૂ. ૧૫૦ લાખની ગ્રાન્ટ સામે રૂ.૧૫૦.૦૦ લાખના અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનુ (ખાસ પ્લાન ) રૂ. ૧૦ લાખની ગ્રાન્ટની સામે ૩ કામો રૂ. ૧૦ લાખના એમ મળી, કુલ રૂ.૭૩૫ લાખના આયોજન સામે રૂ.૭૩૫.૦૦ લાખના કામોને મંજુર કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: ગુજરાત: સાસણ ગીર સિવાય પણ આ જગ્યાએ માણી શકાશે લાયન સફારી પાર્કની મજા
તમામ કામો સત્વરે હાથ ધરવામાં આવશે
આ મંજૂર કરવામાં આવેલા કામોમાં મુખ્યત્વે ગંદા વસવાટને વાતાવરણ લક્ષી સુધારણા માટે, ગ્રામ્ય આંતરિક રસ્તા, પાણી પુરવઠા, પેવરબ્લોકના, પોષણ, ભૂમિ સંરક્ષણ, વનીકરણ, વીજળીકરણ, શિક્ષણ, આરોગ્ય અને સ્થાનિક વિકાસના કામો માટે કુલ રૂ.૭૩૫.૦૦ લાખથી વધુના કામોનો સમાવેશ થાય છે. આ કામો સત્વરે હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચો: કામને બોજારૂપ નહિ પોઝિટીવ એપ્રોચ દ્વારા સ્વીકારો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
બેઠકમાં તમામ અમલીકરણ અધિકારી/કર્મચારીઓ હાજર રહ્યા
આ બેઠકમાં, જિલ્લા આયોજન મંડળના ઉપાધ્યક્ષશ્રી અને જિલ્લા પંચાયત, ગાંધીનગરના પ્રમુખશ્રી દિલીપભાઇ પટેલ,મેયરશ્રી હિતેશભાઇ મકવાણા, ગાંધીનગર (ઉ)ના ધારાસભ્ય રીટાબેન પટેલ, માણસાના ધારાસભ્ય જે.સી.પટેલ, દહેગામના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ, જિલ્લા કલેકટર પ્રવિણા ડી.કે., જિલ્લા વિકાસ અધિકારી સુરભિ ગૌતમ, મ્યુનિસિપલ કમિશનર સંદિપ સાગળે, ગાંધીનગર જિલ્લાની તાલુકા પંચાયતોના પ્રમુખ, ગાંધીનગર જિલ્લાની નગરપાલિકાના પ્રમુખ, અધિક નિવાસી કલેકટર ભરત જોષી, સામાન્ય વહીવટ વિભાગના નિરીક્ષક આર.આર.પંડયા (નિયામક અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર ગાંધીનગર), જિલ્લા આયોજન અધિકારી એન.જી.પટેલ, જિલ્લા આંકડા અધિકારી એચ.કે.પ્રજાપતિ અને તમામ અમલીકરણ અધિકારી/કર્મચારીઓ હાજર રહ્યા હતા.