ગુજરાત હેન્ડબોલ ટીમનુ ઐતિહાસીક પ્રદર્શન, સિનિયર નેશનલમા પ્રથમવાર મેડલ
હેન્ડબોલ ફેડરેશન ઓફ ઇન્ડીયાના ઉપક્રમે હેન્ડબોલ એસોસીએશન ગુજરાત દ્વારા સ્પોર્ટસ કોમ્પલેક્ષ, નિકોલ, અમદાવાદ ખાતે તા.24 થી 29 ડિસેમ્બર 2022 દરમિયાન આયોજીત 51મી સિનિયર નેશનલ હેન્ડબોલ ચેમ્પિયનશીપમાં સર્વિસીસની ટીમે દિલ્હીને ફાઇનલમાં હરાવી ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે, દિલ્હીને સિલ્વર મેડલ પ્રાપ્ત થયો હતો. ગુજરાત અને હરીયાણાને બ્રોન્ઝ મેડલ એનાયત કરવામા આવ્યા હતા.
આ પણ વાંચો: ICC T20 પ્લેયર ઓફ ધ યર માટે ભારતીય ટીમનો આ ખેલાડી શોર્ટલિસ્ટ
સ્પર્ધામા ૩૩ ટીમોના ખેલાડીઓ તથા ૧૦૫ કોચ, મેનેજર, સહિતના સ્ટાફે ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્પર્ધાના સમાપન સમારોહમા હેન્ડબોલ ફેડરેશન ઓફ ઇન્ડીયાના પ્રમુખ ચૌટાલા, ખજાનચી ડૉ. એસ.એસ. ગીલ, સાઇના રીટાયર્ડ ચીફ કોચ સી. પી. સીઘ એમેચ્યોર ફેન્સીગ એસોસીએશન ઓફ ગુજરાત સ્ટેટના મહામંત્રી ભરતજી ઠાકોર, હેન્ડબોલના સિનિયર ખેલાડી જયેશ પટેલ, હેન્ડબોલ એસોસીએશન ગુજરાતના પ્રમુખ ચંદ્રેશ વાઘેલા, મહામંત્રી રવિન્દ્રસિહ રાજપુત ઉપસ્થિત રહ્યા હતા.
તથા વિજેતા ખેલાડીઓને મેડલ તથા ટ્રોફીથી સન્માનિત કરવામા આવ્યા હતા. સ્પર્ધાના આયોજનમા દક્ષેશ કહાર, અનિરુદ્ધ દેસાઈ અને એમની ટીમ દ્વારા અને ગુજરાત પોલીસ હેન્ડબોલ ટીમના ખેલાડીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.