ગુજરાત: જયરાજસિંહના પુત્ર સામે ફરિયાદ કરનાર પરિવારના 3 સભ્યો વિરુદ્ધ ગુજસીટોક
- પોલીસે ગુજસીટોક અન્વયેનો ગુનો દાખલ કરી ધરપકડ કરી છે
- ગુજસીટોકમાં જૂનાગઢ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ચાર ગુન્હા નોધવામાં આવ્યા
- ગુજસીટોક અત્યાર સુધીમાં જિલ્લામાં 25 શખ્સો સામે કડક કાયદાનો કોરડો વીંઝાયો
જયરાજસિંહના પુત્ર સામે ફરિયાદ કરનાર પરિવારના 3 સભ્યો વિરુદ્ધ ગુજસીટોકનો આરોપ છે. રાજુ સોલંકીએ જણાવ્યું છે કે સમાધાનની ના પાડતા મારા અને બે પુત્રો ઉપર કેસ કરવામાં આવ્યો છે. અટકાયત દરમિયાન પોલીસ મથક ખાતે રાજુ સોલંકીએ કહ્યું કે, તેઓ ગોંડલના પીડિતો છે. ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જયરાજસિંહ જાડેજા સામે ફરિયાદ કરનાર ફરિયાદી સંજય ઉફે ચંદુ રાજુ સોલંકી અને તેના પિતા જૂનાગઢ જિલ્લા અનુસુચિત જાતિના પ્રમુખ રાજુ બાવજી સોલંકી અને તેનો દિકરા દેવ રાજુ સોલંકી તેમજ રાજુ સોલંકીના ભાઈ જયેશ ઉફે જયો બાવજી સોલંકી તેમજ યોગેશ કાળા બગડા નામના પાંચ શખસો સામે પોલીસે ગુજસીટોક અન્વયેનો ગુનો દાખલ કરી ધરપકડ કરી છે.
આ પણ વાંચો: અમદાવાદ એરપોર્ટથી જતી આવતી 30 ફ્લાઈટ મોડી પડી
સંજય સોલંકી સામે 6 ગુન્હાઓ છેલ્લા 10 વર્ષમાં પોલીસ દફ્તરે નોધાયેલા
અટકાયત દરમિયાન પોલીસ મથક ખાતે રાજુ સોલંકીએ કહ્યું કે, તેઓ ગોંડલના પીડિતો છે, અને તેમણે ગોંડલના જયરાજસિંહ સામે લડાઈ શરુ કરી છે, જેના પરિણામે તેના પુત્ર ગણેશ જાડેજાના કેસમાં સમાધાન કરી લેવા મને દરેક પ્રકારે દબાણ કરવામાં આવી રહ્યું હતું, પહેલા પૈસાની ઓફર કરેલી, તેમાય અમે સમાધાનની ના પાડતા પછી મારી ઉપર પાસાની કાર્યવાહી કરવાની ધમકી આપી હતી, જૂનાગઢ લોકલ ક્રાઈમ બ્રાંચના પી.આઈ.જે જે.પટેલે ફરિયાદી બનીને પાંચ ઈસમો સામે એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ધી ગુજરાત કંટ્રોલ ઓફ્ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઈઝ ક્રાઈમ કરીને ભયનું વાતાવરણ ઉભું કર્યાની ફરિયાદ નોધાવી છે, જેમાં સૌથી વધુ રાજુ સોલંકી સામે 10 ગુન્હાઓ, જયેશ સોલંકી સામે 9 ગુન્હાઓ, દેવ સોલંકી સામે 2 ગુન્હા, યોગેશ બગડા સામે 3 ગુન્હા અને સંજય સોલંકી સામે 6 ગુન્હાઓ છેલ્લા 10 વર્ષમાં પોલીસ દફ્તરે નોધાયેલા છે. જે પાંચ આરોપી પૈકી જયેશ સોલંકી હાલ જ્યુડીશ્યલ કસ્ટડીમાં હોય અન્ય રાજુ સોલંકી સહિતના ચાર આરોપીને પોલીસે રાઉન્ડ અપ કરીને આગળની તપાસ માંગરોળ ડીવાયએસપી ડી.વી.કોડીયાતરને સોપવામાં આવી છે.
જૂનાગઢ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ચાર ગુન્હા નોધવામાં આવ્યા
રાજ્યમાં ગુજસીટોક કાયદો અમલમાં આવ્યા પછી જૂનાગઢ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ચાર ગુન્હા નોધવામાં આવ્યા છે, જેમાં સૌ પ્રથમ વિસાવદરમાં પાંચ ઈસમો સામે, તેના પછી જૂનાગઢમાં પાંચ આરોપી સામે તેના પછી વંથલીમાં રવની ગામના 10 શખ્સો સામે જયારે આજે જૂનાગઢમાં રાજુ સોલંકી સહીત પાંચ શખ્સો સામે ગુજસીટોક અન્વયે કાર્યવાહી કરવામાં આવી છે, આમ અત્યાર સુધીમાં જિલ્લામાં 25 શખ્સો સામે કડક કાયદાનો કોરડો વીંઝાયો છે.