- જી.એસ.ટી રજીસ્ટ્રેશન કરાવી એક બોગસ પેઢી અસ્તીત્વમા લાવી
- મોબાઇલ ફોન તથા લેપટોપ વગેરે ચીજવસ્તુઓ કબજે કરાઇ
- પાલીતાણામાં જી.એસ.ટી.ની બોગસ પેઢીઓ બનાવી કૌભાંડ
અશિક્ષીત અને ગરીબ માણસો પાસેથી આધારકાર્ડ તથા પાનકાર્ડ મેળવી નાણાની લાલચ આપી તેના ડોક્યુમેન્ટમાં મોબાઈલ નંબર બદલી તેના આધારે જીએસટી નંબર મેળવી બોગસ જીએસટી કૌભાંડ થોડા સમય પહેલા બહાર આવતા પાલીતાણા, નિલમબાગ અને અમરેલીમાં જુદા જુદા ચાર ગુના દાખલ કરવામાં આવ્યા હતા. જે અનુસંધાને સીટે તપાસ હાથ ધરી પાલીતાણાના 1100 કરોડની કરચોરીના કેસમાં 11,228 પાનાનું ચાર્જશીટ તૈયાર કરી મુક્યું હતું.
જી.એસ.ટી રજીસ્ટ્રેશન કરાવી એક બોગસ પેઢી અસ્તીત્વમા લાવી
ચકચારી બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર જીલ્લામાં અશિક્ષીત અને ગરીબ માણસો પાસેથી આધારકાર્ડ તથા પાનકાર્ડ મેળવી તે ડોકયુમેન્ટોનો ઉપયોગ કરી આધારકાર્ડ માથી નવુ સીમકાર્ડ ખરીદી અને આધારકેન્દ્રમા જઇ માણસોના આધારકાર્ડમા નવો મોબાઇલ નંબર અપડેટ કરાવી અને તેના આધારે જી.એસ.ટી.ની વેબસાઇટ ઉપરથી લોકોના નામે નવો જી.એસ.ટી રજીસ્ટ્રેશન કરાવી એક બોગસ પેઢી અસ્તીત્વમા લાવી ખોટી રીતે જી.એસ.ટી નંબર મેળવી તેની ઉપર બોગસ બીલીંગનુ કામ કરી સરકારને ભરવાના ટેક્ષના નાણાની ઉચાપત આ બોગસ પેઢીઓનો ઉપયોગ કરતા હોય જે બાબતે પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમા 1 ગુન્હો, નિલમબાગ પોલીસ સ્ટેશનમા 2 ગુન્હા તથા અમરેલી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં-1 ગુન્હો મળી ચાર ગુના બાબતે ઇ.પી.કો કલમ 406, 420, 465, 467, 468, 471, 34 મુજબ ગુનાઓ દાખલ કરવામા આવ્યા હતા.
મોબાઇલ ફોન તથા લેપટોપ વગેરે ચીજવસ્તુઓ કબજે કરાઇ
ભાવનગર રેન્જના પી.આઈ આર.એન.વિરાણી અને કે.જી. ચાવડા દ્વારા પાલીતાણા ટાઉન પો.સ્ટે.ના ગુન્હામાં 15 આરોપીઓની ધરપકડ કરી લઈ ગુનાના કામે ઉપયોગમાં લીધેલ મોબાઇલ ફોન તથા લેપટોપ વિગેરે ચીજવસ્તુઓ કબજે કરી પરીક્ષણ અર્થે એફ્.એસ.એલ. ગાંધીનગર ખાતે મોકલી આપી હતી. અને 461 બોગસ પેઢીઓ પૈકીની 236 પેઢીઓમાં આરોપીઓએ રૂપિયા 11,02,10, 11,102 નુ કૌભાંડ કરી રૂપિયા 1,22,36, 28,709ની કર ચોરી કરી હોવાનું તપાસ દરમિયાન સામે આવ્યું હતું. જે 15 આરોપીઓ વિરૂધ્ધ 11,228 પાનાનુ પ્રથમ ચાર્જશીટ તપાસ કરનાર અધિકારી આર.એન. વિરાણીએ કોર્ટમાં રજુ કર્યું હતું.