ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાત: GSTમાં સોના કરતા ઘડામણ મોંઘી જેવી સ્થિતી સર્જાઇ

Text To Speech
  • ટેક્સ ભરવાનો 100 રૂપિયા પરંતુ દંડ રૂ.20 હજાર
  • રકમની નોટિસ જોઇને વેપારીઓ પણ ચોંકી ઊઠયા
  • જીએસટી સ્ક્રૂટિનીમાં ભારે વિવાદ સર્જાયો છે

ગુજરાતમાં વેપારીઓ માટે GSTમાં સોના કરતા ઘડામણ મોંઘી જેવી સ્થિતી સર્જાઇ છે. જેમાં ટેક્સ ભરવાનો 100 રૂપિયા પરંતુ દંડ રૂ.20 હજાર છે. GST સ્ક્રૂટિની દરમિયાન નોટિસમાં અપાયેલી રકમ જોઇ વેપારીઓ ચોંક્યા છે. તેમાં ટેક્સની રકમમાં વધુમાં વધુ 10-10 હજારનો દંડ કરવાના નિયમના દુરુપયોગની ચર્ચા છે.

આ પણ વાંચો: ગુજરાત: ડિસેમ્બરમાં દરેક કંપનીઓના વાહનોનું વેચાણ ઘટયું, જાણો કેટલો થયો ઘટાડો

રકમની નોટિસ જોઇને વેપારીઓ પણ ચોંકી ઊઠયા

જીએસટી સ્ક્રૂટિની વખતે અધિકારીઓ દ્વારા વેપારીઓને ફટકારેલી નોટિસમાં સોના કરતા ઘડામણ મોંઘી જેવી સ્થિતી સર્જાઇ છે. કારણ કે જીએસટી ટેક્સ ભરવાનો હોય 100 રૂપિયા પરંતુ તેની સામે દંડની રકમ 10-10 મળી કુલ્લે 20 હજાર અને 100 રૂપિયા ભરવા માટે અલ્ટિમેટમ આપ્યુ છે. વર્ષ 2017-18 એટલે કે જીએસટી લાગુ થયા બાદ છેલ્લા બેથી ત્રણ વર્ષના જીએસટી કેસની સ્ક્રૂટિની કામગીરી વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. તેમાં વેપારીએ જીએસટી રિટર્ન ભરવામાં ભુલ કરવાના લીધે ટેક્સ ઓછો ભર્યો હોય. જીએસટીના નિયમ કરતા વધુ ક્રેડિટ લીધી હોય તેવા કિસ્સામાં નોટિસ આપવામાં આવી રહી છે. તે પૈકી કેટલાક કેસમાં તો વેપારીએ નોટિસનો જવાબ આપ્યો હોવા છતાં તેઓને ટેક્સ, વ્યાજ અને દંડની રકમ ભરપાઇ કરવા તાકીદ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો: રામમંદિર પ્રાણપ્રતિષ્ઠાના દિવસે સ્કૂલોમાં રજા રાખવા તમામ શાળા સંચાલકોને પત્ર

જીએસટી સ્ક્રૂટિનીમાં ભારે વિવાદ સર્જાયો છે

જીએસટી સ્ક્રૂટિનીમાં ભારે વિવાદ સર્જાયો છે. તે માટેનુ કારણ એવુ છે કે ટેક્સની રકમ ભરપાઇ કરવાની વેપારીએ 100 રૂપિયાની માંડીને 10 હજાર રૂપિયા સુધી કાઢવામાં આવી છે. તેમાં જીએસટીની રકમ ઉપરાંત દંડની રકમ માટે સ્ટેટ જીએસટીના 10 હજાર અને સેન્ટ્રલ જીએસટીના 10 હજાર મળી 20 હજાર રૂપિયા ભરવા માટેની નોટિસ આપવામાં આવી છે. આ રકમની નોટિસ જોઇને વેપારીઓ પણ ચોંકી ઊઠયા છે.

Back to top button