- ગરબા મંડળનાં સંચાલકોમાં પણ ચિંતા વ્યાપી ગઈ
- કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની શકયતા
- વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રહેશે વરસાદ
ગુજરાત રાજ્યમાં નવરાત્રીમાં ખેલૈયાઓ માટે માઠા સમાચાર સામે આવ્યા છે. જેમાં નોરતામાં વરસાદની આગાહી છે. તેમાં નવરાત્રીના પ્રથમ અને બીજા નોરતામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની શકયતા છે. તથા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રાજ્યમાં વરસાદ આવી શકે છે.
ગરબા મંડળનાં સંચાલકોમાં પણ ચિંતા વ્યાપી ગઈ
હવામાન વિભાગ દ્વારા નવરાત્રીમાં વરસાદની આગાહી કરી હતી. જે આગાહીને પગલે રાજ્યમાં ફરી વરસાદી માહોલ છવાતા ગરબા આયોજકો ચિંતીત બન્યા છે. અમરેલી જીલ્લામાં પણ વરસાદી માહોલ છવાયો હતો. અમરેલી જીલ્લાનાં બગસરા પંથકમાં વરસાદ પડ્યો હતો. બગસરાનાં લુધીયા ચુડાવડ સહિતનાં ગામોમાં વરસાદ પડ્યો હતો. કાલાવડનાં નવાગામ, માછરડા, મોટી વાવડી સહિતનાં ગામોમાં વરસાદ પડ્યો હતો. વરસાદથી ખેડૂતોનાં ઉભા પાકમાં મોટું નુકશાન થવાની શક્યતા છે. કપાસ, મગફળી અને ડુંગળી સહિતનાં પાકમાં નુકશાન છે. ખેડૂતોની સાથે ગરબા મંડળનાં સંચાલકોમાં પણ ચિંતા વ્યાપી ગઈ છે.
16 ઓક્ટોબરે બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની આગાહી
અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગરમાં વરસાદ પડી શકે છે. તેમજ 16 ઓક્ટોબરે બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની આગાહી છે. તથા અરવલ્લી, ગાંધીનગર, સુરેન્દ્રનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે ઉત્તર ગુજરાતના અવલ્લી, મહીસાગર અને સાબરકાંઠાના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની સંભાવના છે. જ્યારે સૌરાષ્ટ્રના બોટાદ અને ભવનાગર જિલ્લાઓમાં પણ હળવા વરસાદની સંભાવના છે.