ગુજરાતટોપ ન્યૂઝસ્પોર્ટસ

36મી નેશનલ ગેમ્સ 2022ના લોગોનું સીએમ ભુપેન્દ્ર પટેલના હસ્તે અનાવરણ

Text To Speech

સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગાંધીનગર ખાતે આજે 36મી નેશનલ ગેમ્સના લોગોનું અનાવરણ કરવામાં આવ્યું હતું.  ગુજરાત 27સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર સુધી નેશનલ ગેમ્સના આયોજનનું કેન્દ્ર બનશે. ઇન્ડિયન ઓલમ્પિક અને ગુજરાત ઓલમ્પિક એસોસિએશન સાથે રાજ્ય સરકારે એમ.ઓ.યુ કર્યા છે. ગુજરાત પહેલીવાર નેશનસ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દેશભરના 5 હજારથી વધુ રમતવીરો ભાગ લેશે. ગુજરાતના આંગણે રમાનારી નેશનલ ગેમ્સ 2022ની ઈવેન્ટ ખાસ બની રહેશે.

આ પ્રસંગે સીએમ ભૂપેન્દ્ર પટેલે નિવેદન આપતા જણાવ્યું હતું કે આ ગુજરાત માટે ગૌરવની ઘટના છે. ગુજરાતના સિંહોને નેશનલ ગેમના લોગોમાં સ્થાન મળ્યું છે. ઇન્ડિયન ઓલમ્પિક એસો.,ગુજરાત ઓલમ્પિક એસો અને ગુજરાત સરકાર વચ્ચે MOU થયા છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં નેશનલ ગેમનો પ્રારંભ થવાનો છે. સાથે જ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપતા જણાવ્યું કે  જુડેગા ઇન્ડિયા અને જીતેગા ઇન્ડિયાના નારા સાથે દેશભરના અલગ અલગ રાજ્યના ખેલાડીઓ ગુજરાતમાં આવશે.  36મી નેશનલ ગેમ્સ અલગ જ નેશનલ ગેમ્સ સાબિત થશે.

27 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર દરમિયાન 36મી નેશનલ ગેમ્સનું આયોજન 

ગુજરાતમાં 36મી નેશનલ ગેમ્સનુ આયોજન આગામી 27 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર દરમ્યાન કરવામાં આવ્યું છે. ઇન્ડિયન ઓલમ્પિક એસો.,ગુજરાત ઓલમ્પિક એસો અને ગુજરાત સરકાર વચ્ચે MOU થયા છે. ત્યારે આ વખતની નેશનલ ગેમ્સને અત્યાર સુધીની શ્રેષ્ઠ બનાવવામાં ગુજરાત કોઈ કસર છોડશે નહીં તેમ સીએમ દ્વારા ટ્વિટ કરીને માહિતી આપવામાં આવી હતી.

Back to top button