અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાત સરકારે એમ્યુઝમેન્ટ રાઇડ્સ એન્ડ ગેમીંગ ઝોન સેફટી મોડલ રૂલ્સ તૈયાર કર્યા

Text To Speech
  • નાગરિકોના વાંધા-સૂચનો માટે મોડલ રૂલ્સ ગૃહ વિભાગની વેબસાઈટ પર મૂકાયા
  • મોડસ રૂલ્સ અંગે આગામી 25 જૂન સુધી [email protected] પર વાંધા-સૂચનો મેઈલ કરી શકાશે

ગાંધીનગર, 12 જૂન 2024, રાજકોટમાં તારીખ 25 મેનાં રોજ બનેલા અગ્નિકાંડ બાદ ફાયર NOC અને BU સર્ટિફિકેટને લઈને સઘન તપાસ કરવામાં આવી રહી છે. જેમાં ફાયર NOCનાં નિયમોમાં પણ ફેરફારો કરવામાં આવ્યા છે. બીજી તરફ સરકારે પણ એમ્યુઝમેન્ટ રાઇડ્સ એન્ડ ગેમીંગ ઝોન સેફટી મોડલ રૂલ્સ તૈયાર કર્યાં છે. નાગરિકોના વાંધા-સૂચનો માટે મોડલ રૂલ્સ ગૃહ વિભાગની વેબસાઈટ પર મૂકાયા છે.

નિયમો ગૃહ વિભાગની વેબસાઈટ પર પ્રસિદ્ધ કરવામાં આવ્યા
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, રાજકોટ ટી.આર.પી. ઘટના જેવી ઘટનાનું રાજ્યમાં ક્યાંય પણ પુનરાવર્તન ન થાય તે હેતુથી એમ્યુઝમેન્ટ રાઇડ્સ એન્ડ ગેમીંગ ઝોનમાં આવતા નાગરિકોની સલામતી માટે ગૃહ વિભાગ દ્વારા “ધી ગુજરાત એમ્યુઝમેન્ટ રાઇડ્સ એન્ડ ગેમીંગ ઝોન એકટીવીટીઝ (સેફટી) રૂલ્સ-૨૦૨૪” બનાવવામાં આવ્યા છે. આ સૂચિત નિયમો રાજ્ય સરકારના ગૃહ વિભાગની વેબસાઈટ પર પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે.

કોઈપણ નાગરિક પોતાના વાંધા તથા સૂચનો મોકલી શકે છે
ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, આ નિયમો અંગે કોઈપણ નાગરિક પોતાના વાંધા તથા સૂચનો મોકલી શકે છે. જે નાગરિકોએ આ બાબતે વાંધા- સૂચનો હોય તેમને આગામી તા. ૨૫ જૂન, ૨૦૨૪ સુધીમાં ગૃહ વિભાગના મેઈલ આઈડી [email protected] પર મોકલી આપવાના રહેશે. નિયત તારીખ એટલે કે ૨૫ જૂન બાદ મળેલા સૂચનો-વાંધાઓ ધ્યાને લેવાશે નહીં. ગુજરાત પોલીસ અધિનિયમ- ૧૯૫૧ની કલમ- ૩૩ હેઠળ પોલીસ કમિશનર તથા જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીઓને આ અંગે નિયમો બનાવવાની સત્તા છે. તેઓ આ નિયમને આખરી કરશે તે બાદ તેને પ્રસિધ્ધ કરવામાં આવશે.

આ પણ વાંચોઃનમો લક્ષ્મી યોજનાની સહાય માટે ધો.10 અને 12ની 5 લાખ વિદ્યાર્થિનીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યુ

Back to top button