ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતબિઝનેસમધ્ય ગુજરાત

ગુજરાત સરકારે IT/ITeS નીતિ 2022-27 રજૂ કરી, 1 લાખથી વધુ યુવાનોને નોકરીની તક

  • ગુજરાત IT/ITeS નીતિ 2022-27 હેઠળ આગામી 5 વર્ષમાં રાજ્યની IT/ITeS નિકાસને ₹25,000 કરોડ સુધી વધારવાનો લક્ષ્યાંક.
  • નાણાકીય વર્ષ 21-22માં રાજ્યની IT/ITeS નિકાસમાં 14% વાર્ષિક વૃદ્ધિ.

ગાંધીનગર, 04 ડિસેમ્બર: ઉચ્ચ કૌશલ્ય ધરાવતા સંસાધનો અને ઉભરતી ટેક્નોલોજીમાં નવીનતા માટે અનુકૂળ વાતાવરણ ધરાવતા વિશ્વ-કક્ષાના IT ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે ભારતના અગ્રણી રાજ્યોમાંના એક બનવાના વિઝનને સાકાર કરવા માટે, ગુજરાત સરકારે IT/ITeS નીતિ 2022-27 રજૂ કરી છે. આ નીતિ દ્વારા રાજ્યમાં આગામી 5 વર્ષમાં અંદાજે ₹25,000 કરોડ સાથે IT/ITeS નિકાસ વધારીને 1 લાખથી વધુ નોકરીની તકોનું સર્જન કરવાનો લક્ષ્યાંક છે.

રાજ્યમાં મુખ્યત્વે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને સુરતમાં 5,000 નાની, મધ્યમ અને મોટી ICT કંપનીઓ આવેલી છે અને IT/ITeS નિકાસમાં વાર્ષિક 14% વૃદ્ધિ નોંધાવી છે. નાણાકીય વર્ષ 2021-22માં, ગુજરાતે STPI (સોફ્ટવેર ટેક્નોલોજી પાર્ક્સ ઓફ ઈન્ડિયા) રજિસ્ટર્ડ એકમો દ્વારા સોફ્ટવેર નિકાસમાં આશરે ₹5000 કરોડ હાંસલ કર્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ, ભારતીય IT ઉદ્યોગ સતત નવીન તકનીકો અપનાવીને અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), સાયબર સિક્યોરિટી અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (IoT) જેવા ઉભરતા ટેક્નોલોજી સોલ્યુશન્સનો ઉપયોગ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરીને તેની ડિજિટલ ક્ષમતાઓને સતત મજબૂત કરી રહ્યું છે.

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના પૂર્વાર્ધરૂપે અગિયાર આંતરરાષ્ટ્રીય રોડ શો, આઠ રાષ્ટ્રીય રોડ શો અને પ્રતિનિધિમંડળની મુલાકાતો સહિત, રાજ્ય અગ્રણી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય IT/ITeS કંપનીઓ સાથે શ્રેણીબદ્ધ બેઠકો દ્વારા વડાપ્રધાનના ‘વિકસિત ભારત @2047’ના વિઝનમાં યોગદાન આપી રહ્યું છે.

IT/ITeS ક્ષેત્ર માટે રાજ્યના વિઝન અને ગુજરાતમાં ઉપલબ્ધ અસંખ્ય તકો વિશે આ બેઠકોમાં ચર્ચા કરવામાં આવી હતી. ફ્રાન્સ, જાપાન, ઑસ્ટ્રેલિયા, યુએસએ અને ઇટાલીની જાણીતી આંતરરાષ્ટ્રીય કંપનીઓ, ચેન્નાઈ, બેંગલુરુ અને ચંદીગઢની અગ્રણી ભારતીય કંપનીઓએ રાજ્યમાં રોકાણની તકો એક્સપ્લોર કરવામાં ઊંડો રસ દાખવ્યો છે. તેઓએ ગ્લોબલ ડેટા સેન્ટર બિઝનેસને વિકસાવવા અથવા વિસ્તરણ કરવા, સ્ટાર્ટઅપ્સને સમર્થન આપવા, ડિજિટલ ટેક્નોલોજી સોલ્યુશન્સ પ્રદાન કરવા, વ્યૂહાત્મક ભાગીદારી બનાવવા અને IT-સંબંધિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે ગુજરાતની અંદર કોન્ટ્રાક્ટ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન્સ અને એકેડેમિયા સાથે સહયોગ કરવાનો ઈરાદો પણ દર્શાવ્યો છે.

આ મુલાકાતો દરમિયાન મળેલી કેટલીક કંપનીઓમાં ફ્રાન્સની થોમ્પસન કોમ્પ્યુટિંગ અને પાર્ટેક્સ એનવી, જાપાનની ટ્રેન્ડમાઇક્રો, ઓસ્ટ્રેલિયાની INQ ઇનોવેશન ગ્લોબલ અને યુએસએની ઘણી કંપનીઓ જેમ કે બીકન, ઓર્ગેનેટિક્સ, પ્રિસિઝન પ્લાસ્ટિક પેકેજિંગ કો, બિટસ્કેપ, ઇન્કોવેશન, ઓગાઈન્ગ, કારેનિવા ઈન્કોર્પોરેશન, કોરેન્ટ ટેક્નોલોજી ઈન્કોર્પોરેશન, ટેકી-પેશન્ટ એક્સપ્રેસ, ઈનસાઈટ એક્ઝામિનેશન સર્વિસીસ ઈન્કોર્પોરેશન, ATGC ગ્રુપ ઈન્કોર્પોરેશન, રુબ્રિક અને ઇટાલીથી મેક્સેડાયા નેટ પ્લસનો સમાવેશ થાય છે. ગુજરાતમાં મોટા પાયે પ્રોજેક્ટ સ્થાપવા માટે વિવિધ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય કંપનીઓ સાથે ફોલોઅપ ડિસ્કશન ચાલી રહ્યા છે.

ગુજરાત સરકાર IT/ITeS ક્ષેત્ર દ્વારા સહયોગ, નવીનતા અને ટકાઉ આર્થિક વિકાસ માટે અનુકૂળ વાતાવરણ બનાવવાની તેની પ્રતિબદ્ધતા ભવિષ્યમાં પણ જાળવી રાખવા તૈયાર છે.

આ પણ વાંચો: અમદાવાદની આ બેંકના 84 ગ્રાહકોના લાખો રૂપિયા સાઈબર ઠગે ઉડાવી લીધા

Back to top button