અમદાવાદમાં ક્રેડાઈ ગાહેડની મીટિંગ મળશે. જેમાં એસોસિએશનની ઓફિસ પર મીટિંગ મળશે. તેમાં સરકારે જંત્રીના કરેલા ભાવ વધારા પર ચર્ચા થશે. જેમાં અચાનક નિર્ણય લેવાતાં બિલ્ડરો મૂંઝવણમાં છે. તેમાં સરકાર દ્વારા જંત્રીના દર બમણા કરવાનો મુદ્દો ઉઠાવવામાં આવશે. ત્યારે રાજકોટ બિલ્ડર એસોસિએશન વિરોધ કરશે. તેવામાં આજે બપોરે ક્રેડાઈ ગુજરાતની મિટિંગ બોલાવાઈ છે. તેમાં જંત્રી અમલમાં મુકતા પહેલા એક મહિનાનો સમય આપવા માગ કરવામાં આવી છે.
દરેક પાસાઓનો વિચાર કરીને સરકારમાં રજૂઆત કરવામાં આવશે
રાજ્ય સરકારે જંત્રીના દરમાં એકાએક વધારો કરી દેવાના નિર્ણયને પરિણામે સરકારમાં રજૂઆત કરવા માટે સમગ્ર ગુજરાતના બિલ્ડર્સ-ડેવલપર્સની એક ઝૂમ મિટિંગ બોલાવવામાં આવી છે. આ મિટિંગમાં નવી જંત્રીના દરેક પાસાઓનો વિચાર કરીને સરકારમાં રજૂઆત કરવામાં આવશે. જંત્રીમાં કરવામાં આવેલા એકાએક વધારાને પાછો ખેંચીને સમતોલ વધારો લાગુ કરવા અનુરોધ કરવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યુ છે.
એકાએક વધારો કરી દેવામાં આવ્યો તે ઉચિત નથી
ગાહેડ ક્રેડાઈના વર્તમાન પ્રમુખ તેજસ જોશીએ પણ મીડિયા સાથેની વાતમાં નારાજગી નોંધીવી છે. તેમણે આ અંગે જણાવ્યુ કે, લોજિક વાપર્યા વિના જ જંત્રી વધારી દેવામાં આવી છે. આ સંદર્ભમાં અઠવાડિયા પૂર્વે બિલ્ડરો સાથે ચર્ચા પણ કરવામાં આવી હતી. પરંતુ કટ ઓફ ડેટ આપવી જોઈએ. તે આપ્યા વિના જ એકાએક વધારો કરી દેવામાં આવ્યો તે ઉચિત નથી. ટીડીઆરના સ્ટ્રક્ચર કેમ ગણવા તે પણ આ પરિપત્રમાં દર્શાવવામાં આવ્યું નથી. જમીનને નોન એગ્રીકલ્ચર કરાવવાના પ્રીમિયમ કેવી રીતે ગણવા તે અંગે પણ સ્પષ્ટતા થઈ નથી.
રુટ પરની એફએસઆઈ અંગે પણ સ્પષ્ટતા નથી
બીઆરટીએસ રુટ પરની જંત્રી અલગ રીતે ચાલે છે. આ રુટ પરની એફએસઆઈ અંગે પણ સ્પષ્ટતા નથી. આમ એક સામટો આટલો ટકાનો વધારો કરવો યોગ્ય નથી. જંત્રીમાં અમુક વિસ્તારમાં વધારવી પડે તેમ છે અને અમુક વિસ્તારમાં ઘટાડવી પડશે. એક્ઝિસ્ટિંગ પ્રોજેક્ટ્સના સોદાઓમાં પણ મુશ્કેલીઓ વધી જશે. એક્ઝિસ્ટિંગ પ્રોજેક્ટમાં માર્કેટ ભાવ કરતાં જંત્રી વધી જશે તો તેમાં પણ મોટી તકલીફ થવાની સંભાવના રહેલી છે.