ગુજરાતટોપ ન્યૂઝ

જાહેરમાં વિરોધ કરનાર સામે હવે ગુજરાત સરકારની લાલ આંખ, કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર બિલ થયું મંજૂર

Text To Speech

જાહેર સ્થળો પર વિરોધ કરતાં અને હુલ્લડ,તોફાન કરી પ્રદર્શન કરતાં લોકોની સામે રાજ્ય સરકારે લાલ આંખ કરતા કાયદાને આખરે મંજૂરી મળી ગઈ છે. માર્ચ – 2021 માં ગુજરાત વિધાનસભામાં કોડ ઓફ ક્રિમીનલ પ્રોસિજર બિલ રજુ કરવામાં આવ્યું હતું. જેના પર હવે રાષ્ટ્રપતિ દ્વારા મંજુરી મહોર કરી દેવામાં આવ્યું છે. આ બિલ મંજુર થતા હવે પ્રદર્શનકરીઓ વિરુદ્ધ IPC કલમ 188 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

IPC કલમ 188 હેઠળ કાર્યવાહી

ગુજરાતમાં હવે ધારા 144 ઉલ્લંઘન કરનાર સામે આ ધારા હેઠળ ગુનો નોધવામાં આવશે. કોઇપણ વિરોધપ્રદર્શન કરવું હવે ભારે પડી શકે છે. આ બિલ પર હવે મહોર વાગ્યા પછી પોલીસ પોતે જ ફરિયાદી બનીને IPC કલમ 188 હેઠળ કડક કાર્યવાહી કરશે. ગુજરાત વિધાનસભામાં આ બિલ રજુ થયાં બાદ રાષ્ટ્રપતિ પાસે ગયું હતું અને ત્યારબાદ રાષ્ટ્રપતિ દ્વારા આ બિલ પર મહોર લગાવી દીધી હતી.

IPC 188 in Gujarat Hum Dekhenge News

એટલે હવે ગુજરાતમાં પોલિસ પ્રદર્શનકરી સામે પગલા લેશે તો કોર્ટ અવમાનનાનો કેસ નોંધી શકશે નહિ તેમજ હવે સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરતા પ્રદર્શનકારીઓ પર પોલીસ પોતે જ ફરિયાદી બનીને કડક પગલા હાથ ધરશે. રાષ્ટ્રપતિ દ્વારા બીલને મંજુરી મળ્યા બાદ હવે સરકાર વિરુધ પ્રદર્શન કરતા અને ધારા 144 નો ભંગ કરનાર લોકો વિરુદ્ધ ધારા 188 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો : ગુજરાત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તીર્થસ્થાનોના વિકાસ માટે લીધો મોટો નિર્ણય

એટલે હવે સરકાર વિરદ્ધ પ્રદર્શન કરવું પણ ભારે પડી શકે છે. સરકાર માટે આ બીલ લાભદાયી છે અને સામાન્ય લોકો કે જે સરકાર વિરુધ પોતાના પ્રશ્નો પહોચાડવા પ્રદર્શન કે વિરોધ કરે છે તેમના માટે આ બીલ લાભદાયી નથી.

Back to top button