ગુજરાત

ઓલિમ્પિક ગેમ્સની ગુજરાત સરકારની તૈયારી, જાણો કયા થયો સર્વે શરૂ

  • ગુજરાતમાં ત્રણ સ્થળે રમતગમતના મેદાન સાથે રહેઠાણ તૈયાર કરાશે
  • સુરત, અમદાવાદ, ગાંધીનગરમાં સરવે થઇ રહ્યો છે
  • માત્ર ગોધાવી નહિ પરંતુ આસપાસના ગામના લોકોને ફાયદો થવાનો છે

ઓલિમ્પિક ગેમ્સને લઈને ગુજરાત સરકાર એક્શનમાં છે. જેમાં 500એકર જમીન એક્વાયર કરશે. ગુજરાત સરકારની તૈયારીઓમાં જમીનને લઈને સરવે કામગીરી શરૂ થઇ છે. તેમાં સુરત, અમદાવાદ, ગાંધીનગરમાં સરવે થઇ રહ્યો છે. વિશ્વમાં રમતોનો રાજા એટલે ઓલિમ્પિક ગેમ્સ અને આ ઓલિમ્પિક રમતોની યજમાની કરવી દરેક દેશનું સ્વપ્ન હોય છે અને તેના માટે દરેક દેશ પોતાની એડીચોટીનું જોર લગાવી દેતુ હોય છે.

આ પણ વાંચો: અમદાવાદમાં વધુ એક પોલીસ કર્મીને લાંચ લેતા ACBએ સકંજામાં લીધા 

2036ના ઓલિમ્પિકની યજમાની મેળવવા માટે ભારત પણ પ્રબળ દાવેદાર

હાલ તમામ દેશોની નજર ઓલિમ્પિક 2036 માટે યોજાનારી બીડ પર છે અને 2036ના ઓલિમ્પિકની યજમાની મેળવવા માટે ભારત પણ પ્રબળ દાવેદાર છે. વિગતો મુજબ આ મામલે ગુજરાત સરકાર પણ એક્શનમાં આવી છે અને રાજ્યમાં અમદાવાદ, ગાંધીનગર અને સુરતમાં ઓલિમ્પિક વિલેજ બનાવવા અંગે કવાયત શરૂ કરવામાં આવી છે. જેને લઈ ગુજરાતમાં ઓલિમ્પિક વિલેજ માટે સરવે કામગીરી શરૂ થઈ ચૂકી છે. મહત્વનું છે કે, ગુજરાતમાં ત્રણ સ્થળે રમતગમતના મેદાન સાથે રહેઠાણ તૈયાર કરાશે.

આ પણ વાંચો: ગુજરાતના 3 સરકારી બાબુઓ પાસે અપ્રમાણસર મિલકતો હોવાથી તપાસ શરૂ 

કેટલાક વિસ્તારોમાં ઓલમ્પિકને ધ્યાનમાં રાખીને ડેવલોપમેન્ટ કરી રહી છે

કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર ગુજરાતમાં ઓલમ્પિક તૈયાર કરવા તમામ પ્રયાસ કરી રહી છે. જેના ભાગરૂપે જ કેટલાક વિસ્તારોમાં ઓલમ્પિકને ધ્યાનમાં રાખીને ડેવલોપમેન્ટ કરી રહી છે. સરકાર ઓલમ્પિક વિલેજ બનાવવા વિચારણા કરી રહી છે. ઓલમ્પિક વિલેજ માટે પ્રાથમિક તબક્કે 3 શહેરની પસંદગી કરાઈ છે.. સરકાર દ્વારા ગાંધીનગર સુરત અને અમદાવાદની પસંદગી કરાઈ છે.. જેમવા હાલમાં ગોધવીમાં ઓલમ્પિક વિલેજ બનાવવા વિચારણા પણ ચાલી રહી છે.. ગોધાવી ગામની અને ગામમાં જે બિલ્ડરએ જમીન ખરીદેલી છે તેની 500 એકર એટલે કે 23 લાખ 58 હજાર વાર જમીન સરકાર એકવાયર કરશે. હાલ તેના માટે સર્વે કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો: ગુજરાતમાં 7 લોકોનો ભોગ લેનાર નશીલી સિરપકાંડ મામલે થયો ચોંકાવનારો ખુલાસો 

માત્ર ગોધાવી નહિ પરંતુ આસપાસના ગામના લોકોને ફાયદો થવાનો છે

પહેલા ગામના ખેડૂતો દ્વારા આ અંગે વિરોધ કરવામાં આવ્યો હતો પરંતુ 2 દિવસ પહેલા પ્રાંત અધિકારી દ્વારા ખેડૂતો સાથે બેઠક કરવામાં આવી હતી અને યોગ્ય ભાવ માટે બાંહેધરી આપવામાં આવી હતી. ત્યાર બાદ સર્વે ની કામગીરી શરૂ કરવામાં આવી હતી કુલ 300 જેટલા સર્વે નંબર પૈકી 36 નો સર્વે પૂર્ણ કરી દેવામાં આવ્યો છે. 500 એકર જગ્યામાં અલગ અલગ ગેમ રમી શકાય તેવી તમામ સુવિધાઓ ઉભી કરવાનું આયોજન સરકારનું છે જો અહીં વિલેજ બનાવવામાં આવે તો ખેડૂતોને સારા ભાવ મળે સાથે જ ઉદ્યોગો પણ વિકસે રોજગારી વધશે. માત્ર ગોધાવી નહિ પરંતુ આસપાસના ગામના લોકોને ફાયદો થવાનો છે.

Back to top button