ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

Impact fee મુદ્દે ગુજરાત સરકારનો મહત્ત્વનો નિર્ણય, વધુ 6 મહિના મુદત લંબાવાઇ

HD ન્યૂઝ ડેસ્ક, 16 ડિસેમ્બર :  રાજ્યમાં બિનઅધિકૃત ગેરકાયદે બાંધકામોને ફી ભરીને કાયદેસર કરવા માટેની Impact fee ભરવાની મુદ્દતમાં ફરી એકવાર વધારો કરવામાં આવ્યો છે.  હવે રાજ્ય સરકાર દ્વારા Impact fee ભરવાની મુદ્દતમાં સતત પાંચમી વાર 6 મહિનાનો વધારો કરાયો છે.

સતત પાંચમી વખત વધારો

રાજ્યમાં બિનઅધિકૃત ગેરકાયદેસર બાંધકામો ફી ભરીને કાયદેસર કરવા માટેની Impact fee ભરવાની મુદત વધુ 6 મહિના માટે લંબાવાઈ છે. Impact fee ભરવાની મુદતમાં સતત પાંચમી વખત વધારો કરવામાં આવ્યો છે. ચોથી વખત અપાયેલી 6 મહિનાની મુદત 16મી ડિસેમ્બર એટલે કે આજે પૂર્ણ થઈ રહી હતી. હવે નવી તારીખ 17મી ડિસેમ્બરથી મંગળવારથી આગામી છ મહિના સુધી મુદતમાં વધારો કરવામાં આવ્યો છે.

મહત્વનું છે કે, રાજ્યમાં Impact fee ભરી ગેરકાયદે બાંધકામ કાયદેસર કરી શકવાની જોગવાઈ છે. જોકે અગાઉ ચાર વાર ઈમ્પેક્ટ ફી ભરવાની મુદ્દત આપ્યા બાદ પણ નાગરિકોની ફરિયાદને આધારે હજી 6 મહિના સુધી મુદ્દત આપવામાં આવી છે. મહત્વનું છે કે, રાજ્ય સરકારની ધારણા કરતાં ઓછો પ્રતિસાદ મળતા શહેરી વિકાસ વિભાગ દ્વારા 17 ડિસેમ્બરે ઇમ્પેક્ટ ફી ભરવાની મુદ્દત પૂર્ણ થાય તે પહેલા જ 6 મહિનાનો વધારો કરતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

ગુજરાત સરકારનો મહત્ત્વનો નિર્ણય, ઇમ્પેક્ટ ફી ભરવાની મુદત વધુ છ મહિના લંબાવાઈ 2 - image

અગાઉ ચાર વાર મુદત વધારી હતી

ગુજરાતમાં ગેરકાયદે બાંધાકમને ઇમ્પેક્ટ ફી ભરીને કાયદેસર કરી શકાય છે. આ પહેલા ચાર વાર સરકાર દ્વારા ઇમ્પેક્ટ ફીની મુદત વધારી હતી. ગુજરાત સરકાર દ્વારા ગેરકાયદે તેમજ બીયુ વિનાના બાંધાકમને તોડીને ઇમ્પેક્ટ ફી ભરીને કાયદેસર કરી શકાય તે માટે બાંધકામો તોડવાને બદલે નિયત ફી વસૂલીને કાયદેસર કરવા માટે ઇમ્પેક્ટ ફી કાયદો અમલી બનાવવામાં આવ્યો હતો. પરંતુ આ કાયદાને ઓછો પ્રતિસાદ મળતાં સતત પાંચમી વખત મુદત વધારાઈ છે.

જંત્રી અંગે ઓફલાઇન વાંધા સૂચન રજૂ કરવા અંગેની અરજીનો નમૂનો (1)

 

આ પણ વાંચો :સલમાન ખાને અપનાવ્યો હિંદુ ધર્મ, હવે બન્યો સંસાર સિંહઃ કહ્યું- સનાતન નસનસમાં છે

સોના-ચાંદીના ભાવમાં આજે જોરદાર ઘટાડો, જાણો તમારા શહેરમાં ભાવ

Investment Tips/ પગાર ગમે તેટલો હોય, આ રીતે બનાવો બજેટ, નહિ પડે પૈસાની તંગી

7 રૂપિયાનો સ્ટોક, એક વર્ષમાં આપ્યું 1700% નું જબરદસ્ત વળતર

પુરુષના ખભા પર કેમ બેસવું? મહિલા અનામતની અરજી પર SCએ વકીલને આવું કેમ કહ્યું?

આ પણ વાંચો : HDFC બેંકે કરોડો ગ્રાહકોને આપ્યા સારા સમાચાર! FD પર વધાર્યું વ્યાજ, જાણો હવે એક વર્ષની FD પર કેટલું વ્યાજ મળશે? 

Personal Loan લેવી છે, Online કે પછી બેંકમાંથી,જાણો કઈ સસ્તી પડશે?

ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

Back to top button