ગુજરાત સરકાર વર્ષ 23-24માં સામાજિક સેવાઓ માટે માથાદીઠ કરશે આટલો ખર્ચ
ગુજરાત સરકારે વર્ષ 23-24માં સામાજિક સેવાઓ માટે માથાદીઠ ખર્ચમાં વધારો કર્યો છે. જેમાં એક વર્ષમાં સામાજિક સેવા ક્ષેત્રના ખર્ચમાં માત્ર રૂપિયા 675નો જ વધારો થયો છે. વિધાનસભા ચૂંટણીના વર્ષે પાછલા વર્ષ કરતા માથાદીઠ કુલ ખર્ચ રૂ.5,331 વધી ગયો છે. તેમજ નવા નાણાકીય વર્ષમાં સામાજિક સેવાઓ ક્ષેત્રે માથાદીઠ ખર્ચમાં રૂ.675નો વધારો થયો છે.
આ પણ વાંચો: ગુજરાતમાં હોળીના પવનથી જાણો આ વર્ષે ચોમાસાનો વરતારો
વધારો એક રીતે સામાન્ય કહી શકાય એમ છે
ગુજરાતના અંદાજપત્રિય પૃથ્થકરણ કરતા પાથેય બજેટ સેન્ટરના અભ્યાસ મુજબ આગામી નાણાકીય વર્ષમાં સરકાર માથાદીઠ રૂ.41,597નો ખર્ચ કરશે. અલબત્ત આ કુલ ખર્ચાઓમાં સામાજિક સેવાઓ પાછળ તો માત્ર રૂ.13,909 જેટલી જ રકમ વપરાશે તેવો અંદાજ છે. એક પણ પૈસોનો નવો કર કે હયાત કરવેરામાં વધારો ન હોવાથી નવા નાણાકીય વર્ષમાં સામાજિક સેવાઓ ક્ષેત્રે માથાદીઠ ખર્ચમાં રૂ.675નો વધારો થશે. જે એક રીતે સામાન્ય કહી શકાય એમ છે. કારણ કે, ગતવર્ષે ત્રીજી માર્ચે ચાલુ નાણાકીય વર્ષનું બજેટ રજૂ થયુ ત્યારે માથાદીઠ રૂપિયા 13,319ના ખર્ચનો અંદાજ મુકાયો હતો. જો કે, વર્ષ 2022-23ના અંતે આ ખર્ચમાં રૂ.13,134નો સુધારો સુચવાયો છે. જે આગામી વર્ષમાં વધીને રૂ.13,909એ પહોંચવાનો અંદાજ છે.
આ પણ વાંચો: વિદ્યાર્થીઓને રાહત: હોલ ટિકિટ ભૂલી જશે તો પણ વિદ્યાર્થી પરીક્ષાથી આપી શકશે
માથાદીઠ ખર્ચમાં રૂ.2,263નો વધારો થયો
વિધાનસભા ચૂંટણી નજીક હતી ત્યારે વર્ષ 2021-22માં વસ્તીમાં વધારો થવા છતાંયે માથાદીઠ ખર્ચમાં રૂ.2,263નો વધારો થયો. એટલુ જ નહિ, વિધાનસભાની ચૂંટણી યોજાઈ તે 2022-23માં સુધારેલા અંદાજ મુજબ આ ખર્ચમાં અચાનક જ રૂ.5,331નો વધારો થઈ ગયો છે ! એટલે કે વર્ષ 21-22માં રૂ.30,430 થયેલો માથાદિઠ ખર્ચ ચાલુ નાણાકીય વર્ષે વધીને રૂ.35,761 થયો અને આગામી વર્ષે રૂ.41,597એ પહોંચશે.