ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાત સરકાર પશુપાલકોને આર્થિક રીતે સમૃદ્ધ કરવા રૂ.20 હજાર આપશે

Text To Speech
  • પ્રાયોગિક ધોરણે 1,000 પશુ પાલકોને લાભ મળશે
  • ગાય કે ભેંસમાં IVFથી ગર્ભધારણ માટે સરકાર સહાય આપશે
  • આધુનિક ટેક્નોલોજીથી દૂધ ઉત્પાદન વધારવા નિર્ણય લેવાયો – મંત્રી રાધવજી પટેલ

ગાય કે ભેંસમાં IVFથી ગર્ભધારણ માટે સરકાર પશુપાલકોને રૂપિયા 20 હજાર આપશે. જેમાં પ્રાયોગિક ધોરણે 1,000 પશુ પાલકોને લાભ મળશે. તેમજ આધુનિક ટેક્નોલોજીથી દૂધ ઉત્પાદન વધારવા નિર્ણય લેવાયો છે તેમ મંત્રી રાધવજી પટેલે જણાવ્યું છે.

આ પણ વાંચો: ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાની અસર, જાણો કયા કેટલો ખાબક્યો વરસાદ 

ગાય કે ભેંસમાં IVFથી ગર્ભધારણ માટે સરકાર સહાય આપશે

ગાય કે ભેંસની ઉત્પાદકતા વધે અને ટાકાઉ રીતે દૂધ ઉત્પાદનમાં વધારો મેળવી પશુપાલકોને આર્થિક રીતે વધુ સમૃદ્ધ થાય તે માટે ગુજરાત સરકારે મહત્ત્વનો નિર્ણય કર્યો છે. પશુઓમાં IVFથી ગર્ભધારણ માટે રાજ્યના પશુપાલકોને પ્રતિ ગર્ભાવસ્થા માટે રૂપિયા 20 હજારની સહાય અપાશે એમ પશુપાલન મંત્રી રાઘવજી પટેલે શનિવારે જાહેર કર્યું હતું.

આ પણ વાંચો: ગુજરાતમાં મહિલાઓને આત્મનિર્ભર બનાવવા રૂ.30,000ની સબસિડી અપાશે

સરકારે રૂપિયા દોઢ કરોડની જોગવાઈ કરી છે

ઉપરોક્ત નિર્ણયના અમલના પ્રથમવર્ષે પ્રાયોગિક ધોરણે એક હજાર જેટલા પશુપાલકોને સહાય મળે તે માટે સરકારે રૂપિયા દોઢ કરોડની જોગવાઈ કરી છે. પશુપાલન મંત્રી રાઘવજી પટેલે કહ્યું કે, IVFમાં ફલનીકરણ માટે સેક્સડ સીમેનનો ઉપયોગ થાય તો વધુ સંખ્યામાં માદા બચ્ચાનો જન્મ થાય અને તેના પરિણામે વધુ દૂધ ઉત્પાદન આપતા પશુઓ જેવા જે ઉચ્ચ ગુણવત્તાયુક્ત વાછરડી અને પાડી પ્રાપ્ત થતા પશુપાલક આર્થિક રીતે વધુ સમૃદ્ધ બનશે.

આ પણ વાંચો: અમદાવાદના આ 8 આઈકોનિક સ્થળે યોગદિવસની ઉજવણી કરવામાં આવશે 

રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 15 હજાર અને કેન્દ્ર સરકાર તરફથી પાંચ હજાર અપાશે

આ ઉપરાંત ઓછી આનુવંશિકતા અને ઓછુ દૂધ ઉત્પાદન ક્ષમતા ધરાવતા અને પશુપાલકને આર્થિક રીતે બોજારૂપ પશુઓને રેસીપીએન્ટ તરીકે ઉપયોગ કરવામાં આવે તો આ ટેકનોલોજી પશુપાલકો માટે વધુ આશીર્વાદ સાબિત થશે. આથી પશુપાલકો IVF તરફ વળે તે ઉદ્દેશ્યથી રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 15 હજાર અને કેન્દ્ર સરકાર તરફથી પાંચ હજાર મળી કુલ 20 હજારની સહાય આપવા નિર્ણય કરવામાં આવ્યો છે.

Back to top button