ગુજરાતટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

ગુજરાત સરકાર દ્વારા અરવલ્લીમાં કલામહાકુંભ 2024-25નું આયોજન, રજીસ્ટ્રેશન ફરજિયાત

Text To Speech
  • કલામહાકુંભ થકી રાજ્યના સાંસ્કૃતિક વારસાનું જતન કરવા, કલા સંસ્કૃતિથી લોકો માહિતગાર કરવાનો હેતુ

અરવલ્લી, 20 ડિસેમ્બર: રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તેમજ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કમિશન દ્વારા ચાલુ વર્ષે રાજ્યમાં કલામહાકુંભ 2024-25માં વિવિધ ચાર વયજૂથની સાહિત્ય, કલા, નૃત્ય, ગાયન, વાદન અને અભિનય વિભાગમાં સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.

રાજ્યના સાંસ્કૃતિક વારસાનું જતન થાય, કલા સાહિત્ય અને સાંસ્કૃતિકમાં આગવી ઓળખ ધરાવનાર અલગ અલગ વયજૂથના કલાપ્રેમીઓ અને પસંદગી પામેલ કૃતિઓનું તાલુકાકક્ષાએથી શરૂ કરી તબક્કાવાર રાજ્યકક્ષા સુધી તંદુરસ્ત સ્પર્ધા યોજવામાં આવે તથા રાજ્યની કલા સંસ્કૃતિથી લોકો માહિતગાર થાય તે હેતુથી આ કલામહાકુંભ 2024-25નું આયોજન કરવામાં આવ્યું છે.

સ્પર્ધા વિશેની વિગતો જાણો

જેમાં અરવલ્લી જિલ્લાના તાલુકાની તાલુકવાઈઝ તાલુકાકક્ષાએથી શરૂ થતી કુલ 14 સ્પર્ધાઓનું આયોજન થવાનું છે. જે સ્પર્ધામાં રજીસ્ટ્રેશન કરાવેલા સ્પર્ધકો એ જ ભાગ લેવાનો રહેશે જેની તાલુકવાઈઝ તારીખ અને સ્થળની વિગત આ મુજબ છે. (1) મોડાસા ખાતે તારીખ 24/12/2024ના રોજ કે.એન.શાહ હાઇસ્કુલ (2) માલપુર ખાતે તારીખ 24/12/2024ના રોજ પી.જી.મહેતા હાઇસ્કુલ (3) ભિલોડા તાલુકાના પાલ્લા ખાતે તારીખ 24/12/2024ના રોજ આર.એચ. પટેલ વિદ્યાલય (4) મેઘરજ ખાતે તારીખ 27/12/2024ના રોજ પી.સી.એન.હાઇસ્કુલ  (5) બાયડ ખાતે તારીખ 27/12/2024ના રોજ એન.એચ.શાહ હાઇસ્કુલ અને (6) ધનસુરા ખાતે તા.28/12/2024ના રોજ જે.એસ.મહેતા હાઇસ્કુલમાં સ્પર્ધાનું આયોજન થવાનું છે.

જિલ્લાકક્ષા કલામહાકુંભ સ્પર્ધાનું આયોજન તારીખ 07 અને 08 જાન્યુઆરી 2025ના રોજ મોડાસા ખાતે કે.એન.શાહ હાઇસ્કુલમાં આયોજીત છે જેમાં તાલુકાકક્ષાએથી પ્રથમ ક્રમાંકે વિજેતા થયેલ સ્પર્ધકો તથા સીધી જિલ્લાકક્ષાએથી શરૂ થતી કુલ – 9 કૃતિઓની સ્પર્ધામાં રજીસ્ટ્રેશન કરાવેલ સ્પર્ધકોએ જ ભાગ લેવાનો રહેશે.

આ પણ જૂઓ: સુરતમાં આજથી સુવાલી બીચ ફેસ્ટિવલનો શુભારંભ, કિંજલ દવેનું લાઈવ પરફોર્મન્સ

Back to top button