ગુજરાતટોપ ન્યૂઝ

ગણેશોત્સવને લઈ રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, મૂર્તિની ઉંચાઈ પરના નિયંત્રણો દૂર

Text To Speech

કોરોના કાળના બે વર્ષ બાદ ગુજરાતમાં તહેવારોની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. ત્યારે ગણેશોત્સવને લઈ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. આગામી ગણેશોત્સવ સમયે સ્થાપન કરવામાં આવનારી ગણેશજીની મૂર્તિની ઉંચાઈ પરના નિયંત્રણો રાજ્ય સરકાર દ્વારા દૂર કરવામાં આવ્યા છે.

ગણેશોત્સવ

રાજ્ય સરકારે શ્રદ્ધા-ઉલ્લાસપૂર્વક લોકો દ્વારા મનાવવામાં આવતા ગણેશ ચર્તુથી ઉત્સવને લઈ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્યમાં મોટી સંખ્યામાં સાર્વજનિક ગણેશ મંડળો દ્વારા જાહેરમાં ગણેશ સ્થાપન કરવામાં આવે છે અને વ્યક્તિગત ગણેશ સ્થાપના પણ અનેક લોકો-પરિવારો પોતાના ઘરોમાં કરતા હોય છે. 2021ના ગણેશોત્સવમાં કોવિડ-19 ની સ્થિતિને ધ્યાને લઇને આવા જાહેર સ્થળો તથા વ્યક્તિગત ઘરોમાં ગણેશ સ્થાપનમાં મૂર્તિની ઊંચાઇની મર્યાદા રાખવામાં આવેલી હતી.

મૂર્તિની ઉંચાઈ પરના નિયંત્રણો દૂર

જાહેર સ્થળોએ થતા ગણેશ સ્થાપનમાં 4 ફૂટની ઊંચાઇ તથા ઘરમાં 2 ફૂટની ઊંચાઇની ગણેશ મૂર્તિની સ્થાપના કરવાની મર્યાદા નિર્ધારીત થયેલી હતી. કોવિડ-19 સંબંધિત તમામ નિયંત્રણો તા.31 માર્ચ-2022 પછી અમલમાં નથી. તેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિર્ણય કર્યો છે કે ગુજરાતમાં હવે ગણેશચર્તુથીના આગામી ઉત્સવ દરમ્યાન જાહેર સ્થળોએ કે ઘરમાં સ્થાપવામાં આવનારી ગણેશ મૂર્તિની ઊંચાઇ સંબંધે કોઇ નિયંત્રણો અમલમાં નહિ રહે.

CM ભૂપેન્દ્ર પટેલ

ગણેશજીની મૂર્તિ બનાવવા તથા તેના વિસર્જન અંગે કેન્દ્રિય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા લાગુ કરવામાં આવેલા માર્ગદર્શક સૂચનોનો અમલ કરવાનું યથાવત રાખવામાં આવ્યું છે.

Back to top button