ગુજરાતટોપ ન્યૂઝ

તો આખરે સરકાર રખડતાં ઢોર નિયંત્રણ કાયદો પરત લેશે…

Text To Speech

રાજ્યમાં જે રીતે વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા હતા તેની વચ્ચે સૌથી મોટા સમચારા આવી રહ્યા છે. એક તરફ રખડતાં ઢોરથી સામાન્ય જનતા ત્રસ્ત હતી. જેના સામે ગુજરાતમાં રખડતા ઢોરના ત્રાસના કારણે હાઇકોર્ટ દ્વારા આકરી ઝાટકણી કાઢવામાં આવ્યા બાદ ગુજરાત સરકાર સફાળી જાગી હતી. સરકાર દ્વારા ઢોર નિયંત્રણ કાયદો લાવવામાં આવ્યો હતો. જેના પર આખરે માલધારી સમાજના વિરોધબાદ અટકાવી દેવામાં આવ્યો છે.

હજી રવિવારે જ માલધારી સમાજની વિશાળ રેલીનું આયોજન થયું હતું. જેમાં માલધારીઓ દ્વારા ગુજરાત સ્તરે ભારે વિરોધ શરૂ થઇ ચુક્યો હતો. આ વિરોધ એટલા સ્તરે પહોંચ્યો કે અત્યારે તો ગાંધીનગરમાં માલધારીઓ દ્વારા વિશાળ શામીયાણો બાંધીને સરકારને ભીંસમાં લેવાની તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. ગુજરાતના લાખો માલધારીઓ ગાંધીનગર આવી પહોંચ્યા છે. સરકાર આ મુદ્દા પર કોઈ પણ વિરોધ સહન કરી શકે તેવી સ્થિતિમાં નથી.

જે બાદ હવે રખડતા ઢોર નિયંત્રણ કાયદો પરત ખેચાશે તેવા સંકેત મળી રહ્યા છે. રાજ્યપાલે બીલ પુનઃવિચારણા માટે મોકલ્યું છે જેનો સીધો મતલબ છે કે વિધાનસભા સત્રમાં બીલ પાછું ખેંચાશે. મહત્વનું છે કે 21 અને 22 સપ્ટેમ્બરે વિધાનસભા સત્ર યોજાવા જઈ રહ્યું છે તેમાં બિલ પાછું ખેંચવાનો પ્રસ્તાવ થઈ શકે છે. આ બિલને કાયદો બનાવવા માટે તેણે રાજ્યપાલ પાસે સહી કરવા મોકલવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : ઢોર નિયંત્રણ કાયદા સામે વિરોધમાં માલધારી સમાજ, અમદાવાદમાં વિશાળ શક્તિ પ્રદર્શન

માલધારી વેદના સમ્મેલનમાં આગેવાનોએ આગામી રણનીતિ પણ નક્કી કરી હતી. જેમાં જો સરકાર માગણી નહી સ્વિકારે તો આગામી સમયમાં ગાંધીનગરમાં વિધાનસભા ઘેરવા તેમજ ચક્કાજામ સહિતના ઉગ્ર કાર્યક્રમો કરવાની ચિમકી ઉચ્ચીરી હતી. એટલુ જ નહીં પરંતુ 21મી તારીખે માલધારી સમાજ સમગ્ર રાજ્યમાં દુધ નહી ભરાવી આંદોલન કરવાની ચિમકી ઉચ્ચીર હતી. જેને જોતાં સરકાર બેકફૂટ પર આવી છે.

ઢોર નિયંત્રણ બિલમાં શું હતી જોગવાઇ

  • ગત વિધાનસભા સત્રમાં 6થી 7 કલાકની ચર્ચા બાદ બિલ થયું પાસ
  • અગાઉ બિલમાં 10 હજારથી 50 હજાર રૂપિયાના દંડની હતી જોગવાઈ
  • ચર્ચા બાદ દંડની રકમ 5 હજારથી 25 હજાર રૂપિયા કરવામાં આવી
  • શહેરી વિસ્તારોમાં પશુ રાખવા માટે પશુપાલકે લાઇસન્સ લેવું પડશે
  • મંજૂરીથી રાખેલા તમામ ઢોરને ટેગ લગાવવી પડશે
  • કાયદાના ભંગ બદલ થઈ શકે છે જેલની સજા
  • લાયસન્સ મળ્યાના 15 દિવસમાં પશુને ટેગ લાવવાની રહેશે
  • પ્રતિબંધિત વિસ્તારમાં ઘાસનું વેચાણ નહીં કરી શકાય
  • પશુ પકડવા ગયેલા કર્મચારીઓ પર હુમલો કરવાના કેસમાં થશે કડક કાર્યવાહી
Back to top button