ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત સરકારે ભ્રષ્ટ અધિકારીઓને ઝડપી પાડવા માટે ‘ઓપરેશન ગંગાજળ’ શરુ કર્યું

Text To Speech
  • ગુજરાત સરકારે ભ્રષ્ટ અધિકારીઓને ઝડપી પાડવા માટે કાર્યવાહી શરૂ કરી
  • અત્યારસુધીમાં રાજ્યના 25થી વધુ ભ્રષ્ટ અધિકારીઓને ઘરભેગા કરી દેવામાં આવ્યા
  • નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ હેઠળના 5 કર્મચારી સામે કાર્યવાહી

ગુજરાત સરકારે ભ્રષ્ટ અધિકારીઓને ઝડપી પાડવા માટે ‘ઓપરેશન ગંગાજળ’ શરુ કર્યું છે. ગુજરાત સહિત દેશભરમાં ભ્રષ્ટાચારના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે, ત્યારે ગુજરાત સરકારે ભ્રષ્ટ અધિકારીઓને ઝડપી પાડવા માટે કાર્યવાહી શરૂ કરી છે.

અત્યારસુધીમાં રાજ્યના 25થી વધુ ભ્રષ્ટ અધિકારીઓને ઘરભેગા કરી દેવામાં આવ્યા

આ દરમિયાન રાજ્ય સરકારના નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ હેઠળના પાંચ ભ્રષ્ટાચારી કર્મચારીઓને તાત્કાલિક અસરથી અપરિપક્વ નિવૃત કરીને ઘરે બેસાડી દીધા છે. રાજ્ય સરકારના ‘ઓપરેશન ગંગાજળ’ હેઠળ અત્યારસુધીમાં રાજ્યના 25થી વધુ ભ્રષ્ટ અધિકારીઓને ઘરભેગા કરી દેવામાં આવ્યા છે. જેમાં જશવંતસિંહ મગનભાઈ પરમાર – વડોદરા પંચાયત સિંચાઈ વર્તુળ, વડોદરા હસ્તક પંચાયત સિંચાઈ વિભાગ, દાહોદ હસ્તક નાની સિંચાઈ પેટા વિભાગ, દેવગઢ બારીયા તથા પ્રદિપભાઈ વજાભાઈ ડામોર – સરદાર સરોવર નર્મદા નિગમ લી. હસ્તક પ્રતિનિયુક્તિથી અપરિપક્વ નિવૃત કર્યા છે.

નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ હેઠળના 5 કર્મચારી સામે કાર્યવાહી

તેમજ શૈલેષભાઈ પ્રભાતભાઈ દેસાઈ – સરદાર સરોવર નર્મદા નિગમ લી. હસ્તક પ્રતિનિયુક્તિથી અને બાબુભાઈ રામાભાઈ દેસાઈ – સુજલામ સુફલામ વર્તુળ નં.2, મહેસાણા હસ્તક સુજલામ સુફલામ વિભાગ નં.2, વિસનગર હસ્તક સુજલામ સુફલામ પેટા વિભાગ નં.11, પાટણ અને અરવિંદભાઈ ભીખુભાઈ માહલા – સુરત સિંચાઈ વર્તુળ, સુરત હસ્તક ડ્રેનેજ વિભાગ નં.2. સુરત હસ્તક ડ્રેનેજ ડિઝાઇન પેટા વિભાગ, સુરતને તાત્કાલિક સરથી અપરિપક્વ નિવૃત કરીને ઘરે બેસાડી દીધા છે.

આ પણ વાંચો: ગુજરાત: હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે રાજ્યમાં ઠંડીને લઈને આગાહી કરી

Back to top button