ગુજરાતટોપ ન્યૂઝ

સરકાર એકશન મોડમાં : વિવિધ આંદોલનોના નિરાકરણ માટે પાંચ મંત્રીઓની કમિટી બનાવી

Text To Speech

રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે હતા ત્યાર બાદ તેમણે ગુજરાત ભાજપના નેતાઓ સાથે કમલમ્ ખાતે બેઠક યોજી હતી. જેની પછી રાજ્ય સરકારે તાત્કાલિક એકશન મોડમાં આવી હોય તેવી જોવા મળી રહી છે. ગુજરાતમાં વારંવાર વિવિધ માંગણીને લઇને અલગ-અલગ કર્મચારી યુનિયન, કિસાન આંદોલન, એલઆરડી પુરુષ ઉમેદવાર આંદોલન, આરોગ્ય કર્મચારીઓના આંદોલન, પૂર્વ સૈનિકોના આંદોલનને લઈને સરકાર ચિંતામાં જોવા મળી છે. જેના માટે હવે સરકારે કમિટી બનાવી કામગીરી આગળ વધારવાનો નિર્ણય કર્યો છે.

ક્યા મંત્રીઓ હશે કમિટીના સભ્યો

વિધાનસભા ચૂંટણી સરકારના માથે છે ત્યારે સરકાર દ્વારા તમામ આંદોલનોના નિકાલ યોગ્ય રીતે આવે અને તેના માટે જરૂરી પગલાં ભરી શકાય તે માટે પાંચ મંત્રીઓની કમિટીની રચના કરવાનો નિર્ણય કર્યો છે. આ કમિટીમાં રાજ્ય સરકારના પાંચ મંત્રીઓનો સમાવેશ કરવામાં આવશે. આ કમિટીમાં જીતુ વાઘાણી, ઋષિકેશ પટેલ, કનુ દેસાઇ, બ્રિજેશ મેરજા, હર્ષ સંઘવીનો સમાવેશ કરવામાં આવશે. બીજી તરફ આ કમિટીની જૂની સરકારોની જેમ આગામી 50 દિવસોમા શું ભલામણો કરે છે. તેના પર કર્મચારી સંગઠનોની નજર રહેશે.

રાજ્યમાં કર્મચારીઓ ચાર દિવસ ટ્વિટર પર સરકારને જાગૃત કરી પડતર પ્રશ્નોના નિકાલ માટેની માંગણી કરશે. રાજ્યના કર્મચારીઓના વિવિધ 12 જેટલી પડતર માંગણીઓ સાથે રાજ્યના સાડા ચાર લાખ કર્મચારીઓ જાડાશે. તો સાડા ચાર લાખથી વધુ પેન્શનરો છે. ત્યારે હવે કર્મચારીઓ પડતર માંગણીઓ માટે સરકારમાં અત્યાર સુધી આવેદનપત્ર આપતા હતા.હવે રાજ્યના કર્મચારીઓ અને પેન્શનરો સોશ્યલ મીડિયા પર સરકારને જાગૃત કરશે.

એટલું જ નહીં આજે જ આંદોલન માટે બનાવવામાં આવેલી કમિટીના મંત્રીઓની એક બેઠક મળશે. કમિટીમાં સમાવેશ કરવામાં આવેલા મંત્રીઓ દ્વારા આંદોલનના માર્ગે ગયેલા કર્મચારીઓનો ઉકેલ લાવી આંદોલનોને શાંત પાડવા માટે કામ કરશે. હાલમાં રાજ્યમાં કિસાન આંદોલન, એલઆરડી પુરુષ ઉમેદવાર આંદોલન, આરોગ્ય કર્મચારીઓના આંદોલન ચાલી રહ્યા છે. ત્યારે આ કમિટી દ્રારા તેમને શાંત પાડી અને યોગ્ય ઉકેલ લાવવાનો પ્રયત્ન કરવામાં આવશે.

આ પણ વાંચો : રાજ્યમાં અત્યાર સુધીમાં 500થી વધુ ઢોર પકડવામાં આવ્યા, શું રહી વિવિધ શહેરોમાં સ્થિતિ ?

Back to top button