ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાત: GST રજિસ્ટ્રેશન પર થતુ મનીલોન્ડરિંગ અટકાવવા માટે સરકારે લીધા આકરા પગલા

Text To Speech
  • દેશમાં જીએસટી સિસ્ટમના અમલને છ વર્ષ પૂર્ણ થયા
  • શંકાસ્પદ વિદેશી વ્યવહારો કેન્દ્ર સરકારના રડારમાં આવ્યા
  • મની લોન્ડરિંગ અટકાવવા માટે GSTN નેટવર્કની માહિતી FIUને અપાશે

GST રજિસ્ટ્રેશન મેળવી થતાં શંકાસ્પદ વિદેશી વ્યવહારો કેન્દ્ર સરકારના રડારમાં આવ્યા છે. જેમાં હવે મનીલોન્ડરિંગ અટકાવવા માટે GSTN નેટવર્કની માહિતી FIUને અપાશે.  દેશમાં જીએસટી સિસ્ટમના અમલને છ વર્ષ પૂર્ણ થયા છે. તથા સીબીડીટી, DGGI પણ શંકાસ્પદ વ્યવહારોની માહિતી નિયમિત FIUને આપે છે.

આ પણ વાંચો: ગુજરાતમાં કાશ્મીરી યુવકોના RTOમાં લાઇસન્સ બનાવનારો એજન્ટ પકડાતા થયા ચોંકાવનારા ખુલાસા 

દેશમાં જીએસટી સિસ્ટમના અમલને છ વર્ષ પૂર્ણ થયા

દેશમાં જીએસટી સિસ્ટમના અમલને છ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે હવે સરકારે જીએસટીના બનાવટી રજિસ્ટ્રેશન દ્વારા સરકારની તિજોરીને થતાં નુકશાનને અટકાવવા માટે પગલાં લેવાનું શરૂ કર્યું છે. રજિસ્ટ્રેશનની પ્રક્રિયા હવે વધુ કડક બનાવવામાં આવી રહી છે, બીજી તરફ હવે મનીલોન્ડરિંગ માટે જીએસટી રજીસ્ટ્રેશનને અટકાવવા માટે પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) એક્ટની કલમ 66 હેઠળ ફાઇનાન્સિયલ ઇન્ટેલિજન્સ યુનિટ (FIU)ને માહિતી આપવામાં આવશે. હવે કેન્દ્ર સરકારના રડારમાં જીએસટીના કરદાતાના શંકાસ્પદ વિદેશી વ્યવહારો પણ આવી જશે. એન્ફોર્મેન્ટ અધિકારીને લાગે કે કરદાતા દ્વારા શંકાસ્પદ વ્યવહારો કરવામાં આવ્યા છે તો તેની માહિતી FIUને અપાશે. જેના આધારે FIU આગળની કાર્યવાહી કરશે.

સીબીડીટી પણ બેંકો દ્વારા મળતી માહિતી FIUને નિયમિત રીતે મોકલે છે

ઉલ્લેખનીય છેકે, સીબીડીટી પણ બેંકો દ્વારા મળતી માહિતી FIUને નિયમિત રીતે મોકલે છે. બેંકોમાં મોટાપાયા ઉપર રોકડ વ્યવહારો થયા હોય અને શંકાસ્પદ વ્યવહારો લાગે તો સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ આ માહિતી FIU આપે છે. જેના આધારે કાર્યવાહી થાય છે. આવી જ રીતે ડીજીજીઆઇ પણ તેમની પાસેની માહિતી FIUને આપે છે. દેશમાં ત્રણ વર્ષમાં જ રૂ.63,000 કરોડના બનાવટી ઇન્વોઇસ સીબીઆઇસીએ શોધી કાઢયા હતા. જેના પગલે હવે રૂ. 100 કરોડથી વધુ વાર્ષિક ટર્નઓવર ધરાવનારે ઇ-ઇનવોઇસ કે ઇ-વે બિલ બનાવવા માટે આગામી 15 જુલાઇથી નિયમોમાં ફેરફારની જાહેરાત કરી છે.

Back to top button