કૈલાસ-માનસરોવર જતા યાત્રિકોની સહાયમાં ગુજરાત સરકારે કર્યો વધારો
ચીનમાં આવેલ કૈલાસ માનસરોવરની યાત્રાએ જતા ગુજરાતના યાત્રિકોની સહાયને લઇ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આજે મહત્વનો નિર્ણય કર્યો છે. જે અંતર્ગત કૈલાસ માન સરોવરની યાત્રાએ જતા ગુજરાતના યાત્રિકોને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી પ્રોત્સાહક સહાયની રકમમાં વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યના CM ભૂપેન્દ્ર પટેલએ આ બાબતની જાણકારી પોતાના ટ્વિટર હેન્ડલ પર ટ્વિટ કરીને આપી હતી.
ગુજરાત સરકાર દ્વારા કૈલાસ માન સરોવરની યાત્રાએ જતા ગુજરાતના યાત્રિકોને આપવામાં આવતી પ્રોત્સાહક સહાયની રકમમાં વધારો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય CM ભૂપેન્દ્ર પટેલે કર્યો છે. મુખ્યમંત્રીએ કરેલા આ યાત્રી સુવિધાલક્ષી નિર્ણય અનુસાર કૈલાસ માન સરોવરની યાત્રાએ જતા ગુજરાતના યાત્રિકોને યાત્રાળું દીઠ અગાઉ રૂપિયા 23 હજારની પ્રોત્સાહક સહાય અપાતી હતી.
કૈલાસ માનસરોવરની યાત્રાએ જતા ગુજરાતના યાત્રિકોને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી પ્રોત્સાહક સહાયની રકમ યાત્રાળુ દીઠ રૂ. 23,000 થી વધારીને રૂ. 50,000 કરવાનો નિર્ણય કર્યો છે.
— Bhupendra Patel (@Bhupendrapbjp) June 10, 2023
રૂપિયા 23 હજારની પ્રોત્સાહક સહાયમાં વધારો કરીને હવેથી યાત્રિકો દીઠ રૂપિયા 50 હજાર સહાય આપવામાં આવશે. જેને લઈને યાત્રાળુએ આ નિર્ણયને આવકારીને બિરદાવ્યો છે. મહત્વનું છે કે ભારતમાંથી ચીનમાં જતા યાત્રિકોને વધારે ખર્ચ થતો હોવાથી સરકાર આ પ્રકારની આપે સહાય છે.
આ પણ વાંચો: આઝાદીના 75 વર્ષ પછી પણ નર્મદા જિલ્લાની શાળાઓમાં શિક્ષકોની અછત-જર્જરીત મકાન: ચૈતર વસાવાનો મુખ્યમંત્રીને પત્ર