દશેરાના દિવસ પર રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા એક મહત્વપૂર્ણ યોજના-સ્કીમ જાહેર કરી છે. ઉદ્યોગોને આત્મનિર્ભરતા માટે સહાયની આ ‘‘ધ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસીસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝ’’ની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી હતી. સરકારના અંદાજ મુજબ આ સ્કીમથી રાજ્યમાં રૂ.12.50 લાખ કરોડનું જંગી રોકાણ આવશે. એટલું જ નહીં, 15 લાખ જેટલા વિશાળ રોજગાર અવસરોનું પણ સર્જન આના પરિણામે થશે.
ગુજરાતમાં નોકરીની તકો ઊભી થશે
આ સ્કીમ રાજ્યમાં ઊદ્યમીતા-ઉદ્યોગ સાહસિકતા માટે નવું વાતાવરણ સર્જવા સાથે યુવા સાહસિકોને ઇનોવેશન દ્વારા જોબ ક્રિએટર બનવા માટે પ્રેરિત કરશે અને વિશાળ સંખ્યામાં ક્વોલિટી જોબ ઓર્પોચ્યુનિટી ઊભી થશે. એટલું જ નહિ, MSME, લાર્જ અને મેગા એન્ટરપ્રાઇઝીઝને મળનારા એમ્પ્લોયમેન્ટ લીન્કડ ઇન્સેટીવ્ઝથી રાજ્યમાં ઇન્ડસ્ટ્રીયલ વર્કફોર્સ તૈયાર કરવામાં પણ ગતિ આવશે. આ ઉપરાંત રાજ્યમાં ન્યૂ મેન્યૂફેકચરીંગ સેક્ટરનો વિકાસ થવાથી તેને આનુષાંગિક નાના-મોટા ઉદ્યોગોની એક આખી ઇકોસિસ્ટમ ઊભી થશે જે મેન્યૂફેકચરીંગ સેક્ટરમાં વૈશ્વિક ઉદાહરણ બની રહેશે.
આ પણ વાંચો : ગૃહરાજ્ય મંત્રીની દશેરા પર પથ્થરમારો કરનારાને ચેતવણી,”કાયદામાં રહો તો જ ફાયદામાં રહેશો”
‘ગુજરાત દેશનું મેન્યૂફેકચરીંગ હબ’
મુખ્યમંત્રીએ આ મહત્વાકાંક્ષી યોજના અંગેની વિગતો આપતાં કહ્યું કે, ગુજરાત ઊદ્યમીતા અને ઉદ્યોગ સાહસિકતાની ભૂમિ છે. દેશનું મેન્યૂફેકચરીંગ હબ છે. ગુજરાત આવી અપાર ક્ષમતાઓને પરિણામે વડાપ્રધાનશ્રીના આત્મનિર્ભર ભારત વિઝનને સાકાર કરવામાં આત્મનિર્ભર ગુજરાતથી લીડ લેવા સજ્જ છે. મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યુ કે, આ વિઝનને પાર પાડવા આવનારા વર્ષોમાં દેશમાં વ્યૂહાત્મક અને થ્રસ્ટ એરિયાના ઉદ્યોગો, ઇન્ડસ્ટ્રીઝને જે વિશેષ સહાય-મદદ આવશ્યક છે તે પુરી પાડવામાં આ સ્કીમ્સ ઉપયુકત બનશે. આ ‘આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર ઇન્સેટીવ્ઝ ટૂ ઇન્ડસ્ટ્રીઝ’ દ્વારા રાજ્ય સરકારે ઉદ્યોગ સાહસિકોની ઊદ્યમીતા અને તેમની અપેક્ષાઓ, તેમના રોકાણના જોખમો ઓછા કરી વધુ પ્રોત્સાહન આપવાનો ધ્યેય રાખ્યો છે.
આત્મનિર્ભર ગુજરાત સ્કીમ ફોર આસીસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝ અંતર્ગત MSMEને મળનારા લાભો
- નેટ એસ.જી.એસ.ટી. રિએમ્બર્સમેન્ટ પેટે ઉદ્યોગોને ફિક્સ્ડ કેપિટલ ઈન્વેસ્ટમેન્ટના 75 ટકા સુધી 10 વર્ષ સુધી મળશે.
- માઈક્રો ઈન્ડસ્ટ્રીઝ માટે 35 લાખ રૂપિયા સુધીની કેપિટલ સબસિડી
- એમ.એસ.એમ.ઈ. માટે 7 વર્ષ સુધી 35 લાખ રૂપિયા સુધીની વાર્ષિક વ્યાજ સબસિડી
- 10 વર્ષ માટે ઈ.પી.એફ. રિએમ્બર્સમેન્ટ
- 5 વર્ષ માટે વીજડ્યુટીમાંથી મુક્તિ
- મહિલાઓ, યુવાનો, અને દિવ્યાંગ ઉદ્યોગસાહસિકો માટે વધારાના ઈન્સેન્ટિવ્ઝ
- આત્મનિર્ભર ગુજરાત સ્કીમ ફોર આસીસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝ અન્વયે મોટા ઉદ્યોગોને થનારા લાભો
મોટી ઇન્ડસ્ટ્રીઝ માટેવિશેષ પ્રોત્સાહનો જાહેર કરાયા
- આત્મનિર્ભર ભારતના વિઝનને ધ્યાનમાં રાખી મેન્યૂફેકચરીંગના વૈશ્વિક પ્રવાહો પ્રમાણે 9 થ્રસ્ટ સેક્ટર(22 સબ-સેક્ટર)ને મુખ્ય મેન્યૂફેકચરીંગ સેક્ટર તરીકે ઓળખવામાં આવ્યા છે.
- મોટા ઉદ્યોગોને ફિક્સ્ડ કેપિટલ ઈન્વેસ્ટમેન્ટના ૧૨ ટકા સુધીની કુલ વ્યાજ સબસિડી
- 10 વર્ષ માટે ઈ.પી.એફ. રીએમ્બર્સમેન્ટ
- નેટ એસ.જી.એસ.ટી. રિએમ્બર્સમેન્ટ પેટે ઉદ્યોગોને ફિક્સ્ડ કેપિટલ ઈન્વેસ્ટમેન્ટના ૭૫ ટકા સુધી ૧૦ વર્ષ સુધી મળશે.
- 5 વર્ષ માટે વીજડ્યુટીમાંથી મુક્તિ
સ્કીમથી મેગા ઇન્ડસ્ટ્રીઝને મળનારા પ્રોત્સાહનો
- આવી ઈન્ડસ્ટ્રીઝ માટે મેન્યૂફેકચરીંગના વૈશ્વિક પ્રવાહો પ્રમાણે 10 થ્રસ્ટ સેક્ટર(23 સબ-સેક્ટર)ને મુખ્ય મેન્યૂફેકચરીંગ સેક્ટર તરીકે ઓળખવામાં આવ્યા છે.
- રૂ. 2500 કરોડથી વધુનું રોકાણ ધરાવતા અને 2500થી વધુ લોકોને રોજગારી પૂરી પાડતા ઈન્ડસ્ટ્રીયલ યુનિટ્સને આ સ્કીમ હેઠળ વિશેષ ઈન્સેન્ટિવ્ઝ આપવામાં આવશે.
- ઇન્ડસ્ટ્રીઝને ફિક્સ્ડ કેપિટલ ઈન્વેસ્ટમેન્ટના 12 ટકા સુધીની કુલ વ્યાજ સબસિડી
- 10 વર્ષ માટે ઈ.પી.એફ. રિએમ્બર્સમેન્ટ
- નેટ એસ.જી.એસ.ટી. રિએમ્બર્સમેન્ટ પેટે ઉદ્યોગોને ફિક્સ્ડ કેપિટલ ઈન્વેસ્ટમેન્ટના 18 ટકા સુધી 20 વર્ષ સુધી મળશે.
- પ્રોજેક્ટ માટે ખરીદવામાં આવેલી કે લીઝ માટેની જમીનને સ્ટેમ્પ ડ્યુટી અને રજીસ્ટ્રેશન ચાર્જમાંથી 100 ટકા માફી
- 5 વર્ષ માટે ઇલેકટ્રીસિટી ડયૂટીથી મુકિત