ગુજરાતટોપ ન્યૂઝ

આરોગ્યકર્મીઓના આંદોલનનો અંત, સરકારે તમામ મુદ્દા પર સહમતી દર્શાવી

Text To Speech

રાજ્ય સરકાર સામે એક પછી આંદોલનોના અંત આવી રહ્યા છે ત્યારે છેલ્લા ઘણાં સમયથી ગાંધીનગર ખાતે જિલ્લા પંચાયતના આરોગ્ય કર્મચારીઓની હડતાળ ચાલી રહી હતી જેનો આખરે અંત આવ્યો હોવાનું સામે આવી રહ્યો છે. જેમાં મહત્વનો નિર્ણય એવો કરવામાં આવ્યો છે કે, આરોગ્ય કર્મીઓને ટેક્નિકલમાં ગણવા સંદર્ભે હવે એક કમિટીની રચના થશે. આ કમિટીની રચનામાં આરોગ્ય કર્મચારીઓ પણ સામેલ હશે.

Arogya Karmi

સરકારે સહમતી દર્શાવી

નોંધનીય છે કે, આરોગ્યકર્મીઓની જે માંગ છે તેની પર સરકારે સહમતી દર્શાવી છે. જેમ કે કોરોના રજા પગાર, કોરોના ભથ્થું, ટ્રાવેલ અલાઉન્સ અને સરકાર તરફથી થયેલા કેસો પરત કરવાની માંગ પર સહમતી દર્શાવવામાં આવી છે. એટલે કે આરોગ્ય મંત્રી સાથેની બેઠકમાં આરોગ્ય કર્મીઓની માંગો સ્વીકારાઈ છે. પરંતુ તેમ છતાં આ મામલો ફરી ગરમાયો છે.

Arogya Karmi 02

સરકારે આરોગ્ય કર્મીઓની માંગ સ્વીકારતા ગઇકાલે મોડી રાત્રે આરોગ્ય કર્મીઓ દ્વારા હડતાળ પૂર્ણ કરવાની જાહેરાત થઈ હતી. પરંતુ હડતાળ પૂર્ણ થયા બાદ એકવાર ફરીથી નવો વિવાદ ઊભો થયો છે. આરોગ્ય કર્મચારી સંઘના કન્વીનરોએ ગાંધીનગર ખાતે મહત્વની બેઠક બોલાવી છે. જેમાં તમામ જિલ્લાના મુખ્ય કન્વીનરો તથા મુખ્ય હોદ્દેદારોને હાજર રહેવા ફરમાન કરવામાં આવ્યું છે.

Back to top button