ગુજરાતટોપ ન્યૂઝ

દેશમાં યુનિવર્સિટીની સંખ્યા બાબતે ગુજરાતને મળ્યો આ નંબર

યુનિવર્સિટીની સંખ્યા બાબતે ગુજરાત દેશમાં ત્રીજા ક્રમે છે. જેમાં વિદેશી વિદ્યાર્થીમાં કર્ણાટક પ્રથમ, તો ગુજરાત છઠ્ઠા ક્રમે છે. ઉચ્ચ શૈક્ષણિક સંસ્થામાં 26 વિદ્યાર્થીઓએ એક શિક્ષક ઉપલબ્ધ છે. તેમજ રેગ્યુલર મોડના અભ્યાસક્રમમાં 6.80 લાખ વિદ્યાર્થિની છે. દેશભરમાં ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓની સ્થિતિ, વિવિધ અભ્યાસક્રમોમાં વિદ્યાર્થીઓની નોંધણી સહિતની ઉચ્ચ શિક્ષણની બાબતોનો ચિતાર આપતો ઓલ ઇન્ડિયા સર્વે ઓન હાયર એજ્યુકેશન (AISHE 2020-21) રિપોર્ટ જાહેર કરાયો છે.

Saurashtra University

યુનિવર્સિટી સહિતની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા અપાતા પ્રતિભાવને આધારે રિપોર્ટ તૈયાર

કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના નેજા હેઠળ 2020-21ના વર્ષની માહિતી સાથે તૈયાર થયેલા રિપોર્ટમાં યુનિવર્સિટીની સંખ્યાની દૃષ્ટિએ ગુજરાત રાજ્ય દેશમાં ત્રીજા ક્રમે રહ્યું છે. ગુજરાતમાં 83 યુનિવર્સિટી હોવાની સાથે કોલેજોની સંખ્યાની દૃષ્ટિએ ગુજરાત આઠમા ક્રમે રહ્યું છે. ઉચ્ચ શિક્ષણની સ્થિતિ જાણવા માટે દર વર્ષે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા ઓલ ઇન્ડિયા સર્વે હાથ ધરવામાં આવે છે. જેમાં કોલેજ અને યુનિવર્સિટી સહિતની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા અપાતા પ્રતિભાવને આધારે રિપોર્ટ તૈયાર થાય છે. હાલમાં જ માનવ સંશાધન વિકાસ મંત્રાલયની વેબસાઇટ પર AISHE રિપોર્ટ જાહેર કરાયો છે. રિપોર્ટમાં 92 યુનિવર્સિટી સાથે રાજસ્થાન દેશમાં પ્રથમ ક્રમે, 84 સાથે ઉત્તર પ્રદેશ બીજા ક્રમે, તો 83 યુનિવર્સિટી સાથે ગુજરાત ત્રીજા ક્રમે રહ્યું છે. રિપોર્ટ પ્રમાણે, ગુજરાતમાં 2016-17માં 62, 2017-18માં 65, 2018-19માં 72, 2019-20માં 76 અને 2020-21માં 83 યુનિવર્સિટી નોંધાઇ છે.

MS university vadodara

ગ્રાન્ટેડ કોલેજમાં 908 વિદ્યાર્થીઓનું એનરોલમેન્ટ નોંધાયું

ગુજરાતમાં 25 સ્ટેટ અને 44 સ્ટેટ પ્રાઇવેટ યુનિવર્સિટી નોંધાઇ હતી. કોલેજની સંખ્યાની દૃષ્ટિએ ગુજરાત ટોપ-10માં સામેલ થયું છે. આ યાદીમાં અનુક્રમે ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાન, તમિલનાડુ, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, ગુજરાત, તેલંગણા અને કેરલા છે. જ્યાં દર એક લાખની વસ્તી સામે ઓછામાં ઓછી 29 કોલેજ કાર્યરત છે. ઉત્તરપ્રદેશમાં 8114 કોલેજ છે અને ત્યાં એક લાખની વસ્તીએ 32 કોલેજનું પ્રમાણ છે. મહારાષ્ટ્રમાં 4532 કોલેજ અને એક લાખની વસ્તીએ 34 કોલેજનું પ્રમાણ છે. કર્ણાટકમાં 4233 કોલેજ સાથે એક લાખની વસ્તીએ 62 કોલેજ છે. યાદીમાં ગુજરાતમાં 2267 કોલેજની સાથે જ એક લાખની વસ્તીએ 31 કોલેજ છે. ગુજરાતની દરેક કોલેજમાં સરેરાશ 526 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો છે. તેમાં સરકારી કોલેજમાં સરેરાશ 724, ખાનગી કોલેજમાં 343 અને ગ્રાન્ટેડ કોલેજમાં 908 વિદ્યાર્થીઓનું એનરોલમેન્ટ નોંધાયું છે.

Saurashtra University Hum Dekhenge
Saurashtra University Hum Dekhenge

વિદેશી વિદ્યાર્થીમાં કર્ણાટક પ્રથમ, તો ગુજરાત છઠ્ઠા ક્રમે

ઓલ ઇન્ડિયા સર્વેના રિપોર્ટ પ્રમાણે, કર્ણાટકમાં સૌથી વધારે 8137 વિદેશી વિદ્યાર્થી નોંધાયા છે. ત્યારબાદ અનુક્રમે પંજાબમાં 6557, મહારાષ્ટ્રમાં 4912, ઉત્તરપ્રદેશમાં 4654, તમિલનાડુમાં 3685, દિલ્હીમાં 2809, ગુજરાતમાં 2646, આંધ્રપ્રદેશમાં 2385, ઓરિસ્સામાં 2180 વિદેશી વિદ્યાર્થી નોંધાયા છે. ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિભાવ પ્રમાણે, ગુજરાતમાં પ્રાઇવેટ (અનએડેડ) કોલેજમાં 4.70 લાખ, પ્રાઇવેટ (એડેડ) કોલેજમાં 4.30 લાખ, માત્ર પ્રાઇવેટ કોલેજમાં 9 લાખ અને સરકારી કોલેજમાં 2.91 લાખ વિદ્યાર્થીનું એનરોલમેન્ટ નોંધાયું છે.

આ પણ વાંચો: ગુજરાતમાં તાપમાનના પારામાં વધારો, જાણો શું છે ઠંડીની આગાહી

રેગ્યુલર મોડના અભ્યાસક્રમમાં 6.80 લાખ વિદ્યાર્થિની

સર્વેના રિપોર્ટ મુજબ, ગુજરાતમાં મેલ વિદ્યાર્થીઓની સંખ્યા 9.38 લાખ અને ફિમેલની સંખ્યા 7.17 લાખ સાથે 16.53 લાખ વિદ્યાર્થીઓનું એનરોલમેન્ટ થયાનું નોંધાયું હતું. તેમાં પીએચ.ડી, એમફિલ, પોસ્ટ ગ્રેજ્યુએટ, અંડર ગ્રેજ્યુએટ, પી.જી. ડિપ્લોમા, ડિપ્લોમા, સર્ટિફિકેટ અને ઇન્ટિગ્રેટેડ કોર્સનો સમાવેશ થાય છે. રેગ્યુલર મોડના અભ્યાસક્રમોમાં વિદ્યાર્થી 8.85 લાખ અને 6.80 લાખ વિદ્યાર્થિની મળીને 15.65 લાખ નોંધાઇ હતી. ગુજરાતમાં ઉચ્ચ શૈક્ષણિક સંસ્થામાં 60605 શિક્ષકો હોવાનું નોંધાયું છે. તેમાં 35408 પુરૂષ અને 25917 મહિલા છે.

આ પણ વાંચો: અમદાવાદ: AMCએ આ વિસ્તારોમાં TP સ્કીમમાં 142 પ્લોટની લ્હાણી કરી

ઉચ્ચ શૈક્ષણિક સંસ્થામાં 26 વિદ્યાર્થીઓએ એક શિક્ષક ઉપલબ્ધ

રિપોર્ટ પર નજર કરીએ તો, ગુજરાતમાં ગ્રોસ એનરોલમેન્ટ રેસિયો (18-23 વર્ષ, 2011ની વસ્તી ગણતરી પ્રમાણે) 22.2 નોંધાયો છે. તેમાં વિદ્યાર્થીઓનું પ્રમાણ 23.6 અને વિદ્યાર્થિનીઓનું પ્રમાણ 20.6 નોંધાયું છે. ભારત દેશમાં આ પ્રમાણ 27.3 ટકા છે. તેમાં વિદ્યાર્થીઓની સંખ્યા 26.7 અને વિદ્યાર્થિનીનું પ્રમાણ 27.9 નોંધાયું છે. પ્યુપીલ ટીચર રેશિયોમાં ગુજરાતમાં રેગ્યુલર અને ડિસ્ટન્સ મોડમાં દરેક 27 વિદ્યાર્થીએ એક શિક્ષક, જ્યારે રેગ્યુલર મોડમાં તે પ્રમાણ 26નું છે. દેશમાં આ પ્રમાણ અનુક્રમે 27 અને 24નું છે. નોન ટીચિંગ સ્ટાફ પ્રમાણે ગુજરાતમાં 44478 કર્મચારી છે.

Back to top button