ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં ઠંડી વધી, રાજ્યનું સૌથી ઓછુ તાપમાન ગાંધીનગરમાં નોંધાયુ

Text To Speech
  • ગાંધીનગરનું લઘુત્તમ તાપમાન 9.8 ડિગ્રી નોંધાયું
  • રાજ્યમાં સતત પવન સાથે ઠંડીમાં વધારો થઈ રહ્યો છે
  • જાન્યુઆરી મહિનાની શરૂઆત સાથે ઠંડી વધી

ગુજરાતમાં ઠંડી વધી છે. જેમાં રાજ્યનું સૌથી ઓછુ તાપમાન ગાંધીનગરમાં નોંધાયુ છે. ત્યારે ગાંધીનગરમાં તાપમાન 9 ડિગ્રી નોંધાયુ છે. જાન્યુઆરી મહિનાની શરૂઆત સાથે રાજ્યમાં ઠંડીનું જોર વધ્યુ છે. તેમજ નલિયામાં 10 ડિગ્રી, અમદાવાદમાં 11 ડિગ્રી તાપમાન રહ્યું છે.

રાજ્યમાં સતત પવન સાથે ઠંડીમાં વધારો થઈ રહ્યો છે

વડોદરા અને કેશોદમાં 12 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. આ ઉપરાંત રાજ્યમાં સતત પવન સાથે ઠંડીમાં વધારો થઈ રહ્યો છે અન તાપમાન નીચું જઈ રહ્યું છે. જેમાં 7 દિવસ તાપમાનમાં વધુ કોઈ ફેરફાર નહીં થાય. આ સાથે જ રાજ્યમાં ઉત્તર પશ્ચિમથી ઉત્તર પવન ફૂંકાશે. આગામી દિવસોમાં પવનની ગતિ 6 થી 10 કિલોમીટરની રહેશે જેના કારણે ઠંડીમાં વધારો જોવા મળી શકે છે. હાલ કોઈ પણ એવી સિસ્ટમ સક્રિય નથી જેથી ગુજરાતમાં વરસાદ પડી શકે. જેના કારણે સૂકા પવન સાથે ઠંડીમાં વધારો જોવા મળશે.

ગાંધીનગરનું લઘુત્તમ તાપમાન 9.8 ડિગ્રી નોંધાયું

રાજ્યમાં નલિયાનું તાપમાન 10.8, કંડલા એરપોર્ટ તાપમાન 12.7, કંડલા બંદર 15.9, ઓખા 19.5, દ્વારકા, 17.4, પોરબંદર 16, રાજકોટ 13, વેરાવળ 17.2, અમરેલી 11.6, ભાવનગર 14.5, સુરેન્દ્રનગર 12.8, અમદાવાદ 11.8, વડોદરા 12.4 તેમજ ગાંધીનગરનું લઘુત્તમ તાપમાન 9.8 ડિગ્રી નોંધાયું હતું.

Back to top button