- ગાંધીનગરમાં 14 ડિગ્રી, અમદાવાદમાં 16 ડિગ્રી તાપમાન
- તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી જેટલો વધારો થશે
- રાજ્યના અમુક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ
ગુજરાતમાં ઠંડી વધી છે. ત્યારે નલિયા શહેર 10 ડિગ્રી સાથે ઠંડુગાર બન્યુ છે. રાજ્યમાં ડિસેમ્બર માસમાં ઠંડીમાં આંશિક વધારો થયો છે. તેમજ અન્ય શહેરોમાં તાપમાન 18 થી 19 ડિગ્રી આસપાસ રહ્યું છે. ત્યારે કંડલામાં 11 ડિગ્રી, અમરેલી અને કેશોદમાં 13 ડિગ્રી તાપમાન પહોચ્યું છે.
તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી જેટલો વધારો થશે
રાજ્ય હવામાન વિભાગે જણાવ્યું કે, રાજ્યમાં હાલ કોઇ પણ વરસાદની આગાહી કરવામાં આવી નથી. તેમજ આગામી દિવસોમાં અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયેલું જોવા મળશે. જેના સાથે જ 24 કલાક બાદ તાપમાન 2 થી 3 ડિગ્રી જેટલું વધશે. રાજ્યમાં સતત 24 કલાક બાદ તાપમાન 2 થી 3 ડિગ્રી જેટલું વધશે તેવી હવામાન વિભાગે માહિતી આપી છે. સામાન્ય રીતે દિવસ દરમિયાનના તાપમાનમાં બે ડિગ્રી જેટલો વધારો નોંધાઈ શકે છે. આ ઉપરાંત રાત્રિ દરમિયાન લઘુતમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી જેટલો વધારો થતાં ઠંડીનું જોર ઘટે એવી સંભાવના છે.
પાટનગર ગાંધીનગરમાં 14 ડિગ્રી, અમદાવાદમાં 16 ડિગ્રી તાપમાન
રાજકોટ, પોરબંદર અને ડિસામાં 13 ડિગ્રી તાપમાન સાથે પાટનગર ગાંધીનગરમાં 14 ડિગ્રી, અમદાવાદમાં 16 ડિગ્રી, સુરેન્દ્રનગર અને મહુવામાં 14 ડિગ્રી તાપમાન, વડોદરામાં 16 ડિગ્રી અને વેરાવળમાં 17 ડિગ્રી તાપમાન રહ્યું છે. 24 કલાક બાદ તાપમાન 2 થી 3 ડિગ્રી જેટલું વધશે. તથા પવનનોની દિશા બદલાતા તાપમાનનો પારો ઉચકાશે. હાલ રાજ્યમાં વરસાદની આગાહી નહીં રાજ્યમાં ઠંડીનું જોર ધીમે ધીમે વધી રહ્યું છે. જ્યાં એક તરફ વિવિધ ભાગોમાં તાપમાન સતત ઘટી રહ્યું છે. જેમાં રાજ્યના અમુક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. જેની સાથે જ આગામી 5 દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે. જેમાં ક્યાંય પણ વરસાદ નહીં નોંધાય તેવી માહિતી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી રહી છે.